શોધખોળ કરો
Advertisement
જુનાગઢ-કેશોદ રોડ પર બસ-બાઈક વચ્ચે અકસ્માત થતાં સગા ભાઈ-બહેનનાં મોત, બાઈકનો થઈ ગયો ભુક્કો
જુનાગઢ: કેશોદ-જુનાગઢ રોડ પર બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
કેશોદ-જુનાગઢ રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવર જવર વધુ રહે છે. જોકે બપોરના સમયે એક બાઈક પર બે સગા ભાઈ બહેન ક્યાંક જઈ રહ્યા હતાં તે દરમિયાન એસટી બસ તેમના માટે મોતનો કાળ બની હતી. બસ ચાલકની ટક્કરથી બાઈક પર રહેલા સગા ભાઈ-બહેન રોડ પર પટકાયા હતા અને ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માત કેટલો ગંભીર હતો તેનો અંદાજ બાઈકની હાલત જોઈ લગાવી શકાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકના ફૂરચા બોલાઈ ગયો હતો. એટલું જ નહીં બસને પણ ગોબો પડી ગયો હતો. આ અકસ્માતથી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ પોલીસને અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતાં ઘટના સ્થળ પર મદદ પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં એક અન્ય યુવતી પણ ઘાયલ થઈ હતી. એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement