શોધખોળ કરો

ગુજરાતમાં  હાડ થીજવતી ઠંડીના કારણે 2 ખેડૂતે જીવ ગુમાવ્યા

ગુજરાતમાં  હાડ થીજવતી ઠંડીના કારણે ખેડૂતે જીવ ગુમાવ્યો છે. અરવલ્લીના ટીંટોઈ ગામે 57 વર્ષીય ખેડૂત લવજીભાઈ પટેલ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા.

ગાંધીનગર:  ગુજરાતમાં  હાડ થીજવતી ઠંડીના કારણે ખેડૂતે જીવ ગુમાવ્યો છે. અરવલ્લીના ટીંટોઈ ગામે 57 વર્ષીય ખેડૂત લવજીભાઈ પટેલ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા.  સવારે ઘરે પરત ન ફરતાં ઠંડીથી મોત થયું હોવાનો  ખુલાસો થયો છે. સરકારની કિસાન સૂર્યોદય યોજના ફક્ત કાગળ પર હોવાથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. 

કાતિલ ઠંડીએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો છે. અરવલ્લીના માલપુરમાં વહેલી સવારે ખેતરમાં પાણી વાળીને ઘરે પરત ફર્યા બાદ ખેડૂતનું મોત નિપજ્યું હતું. 62 વર્ષીય લક્ષ્મણજી જીવાજી નામના ખેડૂતે ઠંડીના કારણે જીવ ગુમાવ્યો  હતો. રાત્રે પત્ની સાથે પાણી વળવા માટે ખેતરમાં ગયા હતા.  

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.

ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.  ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો  જોવા મળ્યાં. અહીં  ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં  ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget