શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 21 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી, આજે 1209 દર્દી સ્વસ્થ થયા
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,37,247 પર પહોંચી છે. જો કે, સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે 1209 લોકોએ કોરોના મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 2,21,602 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.41 ટકા છે.
રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 11333 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,37,247 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion