શોધખોળ કરો

Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર

Valsad: વરસાદ બાદ રાજ્યમાં ડેન્ગ્યુનો ડંખ લોકોને ડરાવી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા છે.

Valsad: વરસાદ બાદ રાજ્યમાં ડેન્ગ્યુનો ડંખ લોકોને ડરાવી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ ગઈ કાલે જ સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું છે અને હવે સમાચાર સામે આવ્યા છે કે વલસાડમાં પણ ડેન્ગ્યુએ બે લોકોનો ભોગ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં બે દિવસમાં બે લોકોના ડેન્ગ્યુના કારણે મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જે બે વ્યક્તિના જીક ડેન્ગ્યુના કારણે ગયા છે તેમા એક મહિલા છે અને એક પુરુષ છે. 29 વર્ષીય કમલેશ પાંડેનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે જ્યારે એક 23 વર્ષીય યુવતીનું પણ ડેન્ગ્યુના કારણે મોત થયું છે. સારવાર દરમિયાન પ્લેટલેટ ઘટી જતા અને મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મોત થયું છે.

હાલ જિલ્લામાં ડેન્ગ્યુના 28 કેસ પોઝિટિવ છે. 07 મલેરિયાના કેસ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યા પર સર્વેન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત ચીંકનગુનિયાનો પણ 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગની કુલ 603 ટીમ કાર્યરત છે. વલસાડ જિલ્લામાં કુલ 10,274 બ્રિડિંગ સ્થળ મળી આવ્યા છે. જે મામલે 469 લોકોને નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. હાલ વધતા રોગચાળા અને ડેન્ગ્યુના  કારણે મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત 

સુરત પાલિકા સંચાલિત સ્મીમેરના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટરનું નામ ધારા ચાવડા હતું. આ અંગે સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ડો.ધારા ચાવડાને ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુના કારણે સૌ પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં હોસ્ટેલમાં રહી તેણી સારવાર લઇ રહી હતી. જે બાદ વધુ સારવાર અર્થે પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ડેન્ગ્યુના કારણે મહિલા રેસિડેન્ટ તબીબને લીવર,મગજ અને હાર્ટ પર વધુ ગંભીર અસર થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં મહિલા તબીબનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ઘટનાને લઈ સ્મીમેર સાફ સફાઈની કામગીરી સઘન કરવામાં આવી છે. હોસ્ટેલ સહિતના સ્થળોનો રાઉન્ડ લેવામાં આવ્યો છે. આસપાસ કન્સ્ટ્રકશન સાઇટ હોવાથી વાહક જાળા અને મચ્છર જન્ય રોગોની શકયતા છે. જેથી સ્મીમેર હોસ્પિટલ અને કેમ્પસમાં દવા છંટકાવ સહિત સાફસફાઈની કામગીરી કરાઈ છે. 

આ પણ વાંચો...

Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget