Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં આજે ચાર અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા.
Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માનો (fatal accidents in state) સિલસિલો યથાવત છે. અમરેલી-ભાવનગર સોમનાથ હાઇવે (Amreli – Bhavngar Somnath highway) પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા તાલુકાના કડીયાળી ગામ (Kadiyali village of Rajula) પાસે અકસ્માત સર્જાયો હતો. રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામસામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડમાં ટેમ્પા નીચે દબાઈ જતાં સાયકલ સવારનું મોત
વલસાડના ઉમરગામના રેલવે ઓવર બ્રીજ ઉપર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે દોડતો ટેમ્પો પલટ્યો હતો. ટેમ્પા નીચે દબાઈ જતા સાયકલ સવારનું મોત થયું હતું. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રેલવેના સર્પાકાર ઓવરબ્રિજ પર અનેક વખચ આવા અકસ્માત સર્જાય છે.
ગાંધીનગરમાં સેક્ટર-1માં પણ અકસ્માત
ગાંધીનગરમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. ગાંધીનગર સેકટર 1 તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો ગાડી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુરતમાં કાકા-ભત્રીજાનું અકસ્માતમાં મોત
સુરતમાં નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પરથી હાઇવે પર ચડતા અકસ્માત સર્જાયો હતો. આઈશર ટેમ્પા ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. હાઇવે પરથી ટેમ્પા ચાલકે અચાનક બ્રેક કરી ટેમ્પો સાઈડ પર લેતા સમયે હાઇવે પર ચઢી રહેલી બાઈક ટેમ્પા પાછળ અથડાઇ હતી. બાઈક પર પતિ, પત્ની અને 3 વર્ષનું બાળક અને અન્ય મહિલા સવાર હતા. અકસ્માતમાં પતિ અને ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક નૈનેશ વળવી અને 3 વર્ષીય બાળક યુવરાજ બંને કાકા ભત્રીજા હતા, જ્યારે પત્ની અને અન્ય મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સુરત સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતગ્રસ્ત બાઈક સવાર મૂળ પલસાણા તાલુકાના ચલથાણ ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. ચલથાણથી ઉંભેળ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કડોદરા પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી ટેમ્પો કબ્જે લીધો હતો.