શોધખોળ કરો
Advertisement
પોરબંદરમાં કોરોનાનો કહેરઃ નગરપાલિકાના 21 સફાઈ કામદારનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર
પોરબંદરમાં નગરપાલિકા દ્વારા સફાઈ કામદોરાના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પોરબંદરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1056 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે, જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 72,120 પર પહોંચી છે.
આ દરમિયાન આજે પોરબંદરમાં નગરપાલિકા દ્વારા સફાઈ કામદોરાના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જમાં 21 સફાઈ કામદારનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો હતો. ઉપરાંત સાથી કામદારોમાં ભય ફેલાઈ ગયો હતો. પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આજે પોરબંદરમાં કોરોનાના 25 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કુલ 1138દર્દી સાજા થયા હતા અને 29,604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,241 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,644 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement