શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, કાંઠાવિસ્તારના ગામોને કરાયા એલર્ટ
નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમમાંથી છોડાયેલ 5 લાખ ક્યુસેક પાણીના કારણે નદીની સપાટી આજે મધ્યરાત્રીએ વધે એવી શક્યતા છે.
નર્મદા: સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ધરખમ પાણી આવક થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે નર્મદા નદી કિનારાના ગામોનો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ઉપરવાસમાંથી 4,69,870 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. જ્યારે 23 ગેટમાંથી 4 લાખ 65 હજાર ક્યુસેક જયારે આર બી પી એચ માંથી 34,044 ક્યુસેક અને સી એચ પી એચ માંથી 15,623 ક્યુસેક સાથે કુલ 5 લાખ 14 હજાર 667 ક્યુસેક પાણી નદી માં છોડાય રહ્યું છે.
નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના 35 ગામોને એલર્ટ કરાયા છે. વડોદરા જીલ્લાના નર્મદાકાઠાના 13 ગામો ને એલર્ટ કરવામા આવ્યા છે. તકેદારી ના ભાગ રૂપે એનડીઆરએફ ની ટીમ તૈયનાત કરવામા આવી છે. જ્યારે શિનોર તાલુકાના 4, કરજણ ના 6 અને ડભોઈ તાલુકાના 3 ગામો ને એલર્ટ કરવામા આવ્યા છે.સંબધીત તાલુકા ના મામલતદાર અને ટીડીઓ ને સજાગ રહેવાના આદેશ કરવામા આવ્યા છે.
સરદાર સરોવર બંધ ખાતે સાંજના 4 વાગ્યે પાણીની સપાટી 131.15 મીટર હતી. ડેમમાંથી છોડાયેલ 5 લાખ ક્યુસેક પાણીના કારણે નદીની સપાટી આજે મધ્યરાત્રીએ વધે એવી શક્યતા છે. ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તર સાંજે 5 કલાકે 16.50 ફૂટ હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આશરે ૫ લાખથી ૮ લાખ ક્યુસેક પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે. રિવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ દ્વારા 1000 મેગાવોટ અને કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ યુનિટ દ્વારા ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે. હાલ 5 કરોડનું વિજઉત્પાદન થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion