શોધખોળ કરો

ગુજરાતમાં આજે ઓમિક્રોનના 23 કેસ નોંધાયા, જાણો ક્યાં શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા ?

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં  કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસ વધતા  આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. આજે ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે.   જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશનમાં 6 અને આણંદમાં 2  ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે જે ઓમિક્રોનના 19 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8,  વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશનમાં 4 અને આણંદમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, કચ્છ 2, ખેડા 1 અને રાજકોટમાં 1  ઓમિક્રોનનો કેસ નોંધાયો છે.  રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 136 પર પહોંચી ગઈ છે. જેમાંથી  65  લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 હજારથી વધુ કેસ

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 103  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,755  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. આજે 1,52,072  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 559, સુરત કોર્પોરેશનમાં 156,  વડોદરા   કોર્પોરેશનમાં 61 , રાજકોટ કોર્પોરેશનમાં 41,  આણંદ 39,   ખેડામાં 39, કચ્છ 22, વલસાડ 21, રાજકોટ 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 17, ગાંધીનગર 9, નવસારી 9, મોરબી 8, સુરત 8, ભરુચ 7, દાહોદ 6, સાબરકાંઠા 6, વડોદરા 6, જામનગર કોર્પોરેશનમાં 5, અમરેલી 4,  ભાવનગર કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 4, ગીર સોમનાથ 3, જૂનાગઢ 3, મહેસાણા 3, જામનગર 2, મહીસાગર 2, તાપી 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1 અને દેવભૂમિ દ્વારકામાં  એક નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 3927  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 3916 નાગરિકો સ્ટેબલ છે. 8,18,755 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10119 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારીમાં 1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 413 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6106 લોકોને પ્રથમ અને 34565 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19728 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 91258 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,52,072 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,95,87,417 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  અમદાવાદ,  ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ,  નર્મદા, પંચમહાલ,  પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget