શોધખોળ કરો

Gujarat Rain: આગામી 24 કલાકને લઈ  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરાઈ છે.

ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરાઈ છે.  આગામી 24 કલાક વરસાદને લઈ  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખેડા, અરવલ્લી , મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેંજ એલર્લ્ટ આપ્યું છે.  કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

છોટાઉદેપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ

 છોટાઉદેપુરમાં  ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજ કચેરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. મેઘરાજાના આગમનને લઈ જિલ્લાના 18 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. 
 
સતત વરસી રહેલા વરસાદને લઈ છોટાઉદેપુરના ધડાગામ પાણીમાં ગરકાવ થયું છે.  લો લેવલનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે.  ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  ભારે પાણીના પ્રવાહના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. 
 
ભારે વરસાદને કારણે છોટાઉદેપુરમાં નદીનાળા છલકાયા છે. મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.  માણકા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ચારથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.  

ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં

હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.  મોડી રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયાં છે. રેલવે ટ્રેક પર અંદાજે એક ફુટ સુધી પાણી ભરાયેલા છે.   રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ  લોકીંગ સિસ્ટમ પર અસર પડી છે.  મુંબઈ -દિલ્હી વચ્ચે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.  મુસાફર ટ્રેનો પસાર કરવા માટેના રેલવે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget