શોધખોળ કરો

Gujarat Rain: ભારે વરસાદના પગલે રાજ્યમાં 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ 

રાજ્યમાં ભારે વરસાદના પગલે 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવેના 4, પંચાયત હસ્તકના 255 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદના પગલે 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવેના 4, પંચાયત હસ્તકના 255 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  રાજ્યના 7 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. 

વલસાડ જિલ્લામાં 67 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં 66 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં 42 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.  પોરબંદર જિલ્લામાં 23 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.  ડાંગ જિલ્લામાં 16 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.  સુરત જિલ્લામાં 11 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  

સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, સૌરાષ્ટ્રમાં 77.48 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.37 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર

રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલ પાણીની ભરપૂર આવકથી રાજ્યના 77 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 90 ટકાથી વધુ ભરાયેલા રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જેમાંથી સૌરાષ્ટ્રના 141 પૈકી 35 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના 6-6 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ તરફ મધ્ય ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 56.14 ટકા જળસંગ્રહ છે. 

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget