રાજ્ય સરકારના ઊર્જા વિભાગમાં કેટલી જગ્યાઓ પર કરાશે ભરતી, જાણો વધુ વિગતો
રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓમાં વિવિધ સંવર્ગની 2991 વિદ્યુત સહાયકોની માટે લીધેલ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે અમે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે.
રાજ્ય સરકારના ઊર્જા વિભાગમાં જુદી-જુદી વીજકંપનીઓમાં કુલ 2881 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. MGVCL,UGVCL અને PGVCLના પરિણામો આજે જાહેર કરાયા છે તેમને નોકરીના પ્રમાણપત્રો આપવામાં આવશે તેવો સૌરભ પટેલે દાવો કર્યો છે. આ સાથે જ 103 એન્જિનિયર્સની પણ ભરતી કરવામાં આવશે. ગુજરાતના ઊર્જા વિભાગમાં 2881 જગ્યા પર ભરતી કરવામાં આવશે, 103 એન્જીનિયર્સની પણ ભરતી કરવામાં આવશે.
રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓમાં વિવિધ સંવર્ગની 2991 વિદ્યુત સહાયકોની માટે લીધેલ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે અમે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. સરકારી સેવાઓમાં પણ યુવાઓને જોડવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યની વીજ વિતરણ કંપનીઓમાં વિવિધ સંર્વર્ગની વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઊર્જા વિભાગ હસ્તકની મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમા જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક, જુનિયર એન્જીનીયર સીવીલ (વિદ્યુત સહાયક), જુનિયર એન્જીનીયર ઇલેક્ટ્રિકલ (વિદ્યુત સહાયક) અને જુનિયર એન્જિનિયર આઈ.ટી. (વિદ્યુત સહાયક) ની ભરતી માટેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની 2888 જુનિયર એન્જિનિયર સિવિલની 03, જુનિયર એન્જીનીયર ઈલેક્ટ્રીકલની 92 અને જુનીયર એન્જીનીયર આઈ.ટી.ની 08 જગ્યાઓ માટે નિયત ભરતી પધ્ધતિથી પસંદગી કરવામાં આવેલ છે અને નજીકના સમયમાં આ ઉમેદવારોની નિમણૂક કરતાં હુકમો કરવામાં આવશે.