શોધખોળ કરો

Valsad: દાદરા નગર હવેલીમાં બ્લાસ્ટ થતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Valsad: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. મસાટ વિસ્તારમાં આવેલી એક ચાલમાં ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો.

Valsad: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. મસાટ વિસ્તારમાં આવેલી એક ચાલમાં ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો. રામનાથ ચાલમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચાલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. ઘાયલોને પ્રથમ સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 90% થી વધારે બર્ન થવાથી બાદમાં મુંબઈ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદમાં યુવકની હત્યા, મોડી રાત્રે ખેલાયો ખુની ખેલ

અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે.  અમદાવાદના કઠવાડા ગામમાં પરપ્રાંતીય મજૂરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સાથી મજુરે કામ બાબતે બોલાચાલી કરી માથામાં પાવડો મારી હત્યા નિપજાવી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવક બે મહિના પહેલા જ ઓડિશાથી અમદાવાદ આવ્યો હતો. મોડી રાતે હત્યાનો બનાવ બન્યો હતો. હાલમાં નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દાહોદમાં ટ્રેન નીચે આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત

 ટ્રેન નીચે આવી જતા વ્યક્તિનું મોત નિપજ્યું છે. દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ નજીક ટ્રેક પર આ ઘટના બની હતી. માલગાડી ટ્રેન નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી ગઈ હતી. મૃતક દાહોદના સહાડા ગામનો હોવાનું આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું છે. રેલ્વે પોલીસ ઘટના સાથે પહોંચી વધુ કાર્ય હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકના પરિજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

દેવાયત ખવડને લાગ્યો ઝટકો

મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આજે કોર્ટે દેવાયત ખવજના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ, કાનો રબારી અને કિશન કુંભારવાડિયાને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવ્યા હતાં.

દેવાયત બાદ તેમના સાથીઓ પણ પોલીસ સામે થયા હાજર

લોકસાહિત્યકાર દેવાયત ખવડ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને હવે આજે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા. દેવાયતની માફક અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા.

તો બીજી તરફ લોકસાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તપાસનિશ અધિકારી એ ડિવિઝનના પીઆઈએ રિમાન્ડની માંગણી કરી હતી. દેવાયત સામે અગાઉ ગુનો નોંધાયેલ છે તેનો ઉલ્લેખ પીઆઈએ કર્યો હતો. દેવાયત ખવડે હજુ સુધી ક્યા આશ્રય લીધો તે ન બોલતા હોઈ તેની રજુઆત કરાઈ હતી. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ દલીલો કરી હતી. રિમાન્ડની માગણી સામે વાંધો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, આગોતરા અરજી મૂકી હતી એને નાસ્તા ફરતા કઈ રીતે કહી શકાય. દેવાયતના વકીલે આખી એફઆઈઆર વાંચી ઉલ્લેખ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget