ભાવનગર સોમનાથ હાઈવે પર દીવથી નશો કરેલી હાલતમાં નિકળેલા 31 લોકોએ મચાવી ધમાલ, પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દીવથી નશો કરેલી હાલતમાં નિકળેલા 31 લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ગઈ કાલે દિવથી નશો કરીને 31 લોકો આશાપુરા ટ્રાવેલ્સ લઈ ભાવનગર જઈ રહ્યા હતા. જ્યાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 35 કિલોમીટર સુધી હાઈવે પર આતંક મચાવ્યો હતો અને ચાલુ બસમાંથી ટોલનાકા સ્ટાફ, પોલીસ, રાહદારી, રેલવે ફાટક પરના સ્ટાફ ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

જોકે નાગેશ્રી ટોલનાકેથી આંતક શરૂ કરી રાજુલાના હીંડોરણાના વિસળિયા નજીક પહોંચતા પોલીસે શાને ઠેકાણે પાડી દીધી હતી. LCB,SOG,રાજુલા પોલીસ,પીપાવાવ મરીન પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તમામને પકડી પાડ્યા હતા. હોબાળો કરનારાઓને પકડવામાં સ્થાનિકોએ પણ પોલીસની મદદ કરી હતી. સમગ્ર કેસમાં અમરેલીના એસપીએ ટ્વીટ કરી કાર્રવાઈ કરવા અંગે માહિતી આપી હતી.
દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નશો કરેલી હાલતમાં સવાર લોકોએ અમરેલી જિલ્લાના 35 કિમી વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. તો બીજી તરફ જાફરાબાદના નાગેશ્રીથી બસને આંતરવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતા. જે રાજુલા તાલુકાના વીસળીયા ગામ પાસે સફળ રહ્યા. બસમાં નશો કરી સવાર થયેલા 31 લોકોએ રસ્તામાં પથ્થરો અને બોટલોના ઘા કરતા ગ્રામ્ય વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. હાલ પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીવથી ભાવનગર 31 મુસાફરો સાથે જઈ રહેલી આશાપુરા ટ્રાવેલ્સની બસમાં સવાર મુસાફરોએ અમરેલીના જાફરાબાદના નાગેશ્રી પાસે આવેલા ટોલનાકા પરથી આતંક મચાવવાની શરૂઆત કરી હતી. અહીં ટોલનાકાના કર્મચારીઓ સાથે બબાલ કરી ભાગતા નાગેશ્રી પોલીસ તેને પકડવા પાછળ પડી હતી. પરંતુ, બસમાં નશો કરી સવાર થયેલા મુસાફરો ઉભા રહેવાના બદલે ચાલુ બસે પથ્થરો અને બોટલો ફેકવાની શરૂઆત કરી હતી. જેમાં નિર્દોષ રાહદારીઓ ભોગ બન્યા હતા.