રાજ્યના 207 જળાશયોમાં 39.97 ટકા જળસંગ્રહ, 6 જળાશયો હાઈ એલર્ટ પર, ત્રણ એલર્ટ પર
જે ડેમ હાઈએલર્ટ પર છે તેમાં કચ્છનો કાલાઘોઘા, ગજનસર, કંકાવતી અને જામનગરનો સાપડા અને રૂપારેલ ડેમ છે.
Storage Of Water In Dams: રાજ્યમાં સતત વરસાદી માહોલથી જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. રાજ્યના 6 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે ત્રણ જળાશયો એલર્ટ પર છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 39.97 ટકા પાણીનો જળ સંગ્રહ છે. તો સરદાર સરોવર ડેમમાં હાલમાં હાલ 51.61 ટકા પાણીનો સંગ્રહિત જથ્થો છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 46.85 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.45 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.41 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 20.76 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં 48.48 ટકા પાણીનો જથ્થો છે. તો જે ડેમ હાઈએલર્ટ પર છે તેમાં કચ્છનો કાલાઘોઘા, ગજનસર, કંકાવતી અને જામનગરનો સાપડા અને રૂપારેલ ડેમ છે.
રાજ્યમાં ચોમાસાના આગમન સાથે રાજયભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક નજર કરીએ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર
હવામાન વિભાગે આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંઘાયા જાણીએ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં ચાર ઈંચ વરસાદ
- વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- ખેરગામ, ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- ધરમપુર,સુરત શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- ડોલવણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- મુન્દ્રા, કામરેજ, વલ્લભીપુરમાં અઢી અઢી ઈંચ વરસાદ
- વાપી, કપરાડા, નેત્રંગમાં બે બે ઈંચ વરસાદ
- ઉમરપાડા, સોનગઢ, ભાવનગરના મહુવામાં બે બે ઈંચ વરસાદ
- માંડવી, ઉમરગામ,લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ
- ખંભાળીયા, સુબીર, સંખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- મુળી, સાવરકંડુલા, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- ચોર્યાસી, ચુડા, વાસદામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- ભાવનગર, ડાંગ, વઘઈમાં સવા સવા ઈંચ વરસાદ
- સોજીત્રા, ધોરાજી, કડાણામાં એક એક ઈંચ વરસાદ
- લખતર, ઉચ્ચછ, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
- ધંધુકા, ધોલેરા, અબડાસામાં એક એક ઈંચ વરસાદ
- ઉમરપાડા, સોનગઢ, ભાવનગરના મહુવામાં બે બે ઈંચ વરસાદ
- માંડવી, ઉમરગામ,લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ
- ખંભાળીયા, સુબીર, સંખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- મુળી, સાવરકંડુલા, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- ચોર્યાસી, ચુડા, વાસદામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- ભાવનગર, ડાંગ, વઘઈમાં સવા સવા ઈંચ વરસાદ
- સોજીત્રા, ધોરાજી, કડાણામાં એક એક ઈંચ વરસાદ
- લખતર, ઉચ્ચછ, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
- ધંધુકા, ધોલેરા, અબડાસામાં એક એક ઈંચ વરસાદ