Panchmahal: ગજાપુરા ગામે તળાવના ઊંડા ખાડામાં ડૂબી જતા 4 માસૂમ બાળકોના મોત, આખું ગામ હિબકે ચડ્યું
પંચમહાલનાઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં તળાવના એક ખાડામાં ડૂબી જતા ચાર માસુમ બાળકોના મોત નિપજ્યા છે.
પંચમહાલ: પંચમહાલનાઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં તળાવના એક ખાડામાં ડૂબી જતા ચાર માસુમ બાળકોના મોત નિપજ્યા છે. ચાર બાળકોના મોત થયા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. શાળાએ જતા સમય બાળકો તળાવના કિનારે ઉભા હતા આ દરમિયાન માટી ઘસી પડતા ચારે બાળકો તળાવના પાણીમાં ડૂબી જતાં મોત થયા છે. સ્થાનિક લોકોએ ચારે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સ્થાનિક પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
તરવૈયાઓની મદદથી બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
અહેવાલ અનુસાર, આજે વહેલી સવારે શાળાએ જતા સમય બાળકો તળાવના કિનારે ઉભા હતા આ દરમિયાન માટી ઘસી પડતા ચાર બાળકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. તેના લીધે તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તરવૈયાઓની મદદથી બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ચારેય બાળકો એક જ પરિવારના કૌટુંબિક હોવાની જાણકારી મળી છે. ચારેય બાળકોની ઉંમર 10થી 12 વર્ષની હતી. ઘટનાને પગલે ધારાસભ્ય ફત્તેસિંહ ચૌહાણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતક બાળકોના પરિવારજનોને આશ્વસન આપ્યું હતું.
આખું ગામ હિબકે ચડ્યું
એક સાથે ચાર બાળકો તળાવ ના ઊંડા પાણી માં ડૂબ્યા હતા, આ તમામ બાળકો ના મોત નિપજ્યા છે. નાનકડા ગામ માં એક સાથે ચાર બાળકો ના તળાવ માં ડૂબી જવાથી મોત થતા ગામ આખું તળાવે એકઠું થયું હતું. તમામ બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તો કાલોલ વિધાનસભાના ધારાસભ્યના પોતાના ગામ પાસે આ કરુણાતિકા સર્જાતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા છે. તળાવ માં ડૂબેલા ચારે બાળકો 11 વર્ષથી નીચેના છે.
ડૂબેલા ચારેય બાળકો ગજાપુરા ગામના હતા
બારીઆ સંજય - ઉવ.10
બારીઆ અંકિત - ઉવ.11
બારીઆ રાહુલ - ઉવ.11
બારીઆ પરસોત્તમ - ઉવ.09
એક સાથે ગામના ચાર બાળકોના મૃતદેહો તળાવ કિનારે બહાર કાઢવામાં આવતા આખુ ગામ હિબકે ચડ્યું છે. ચાર માસૂમ બાળકો ડૂબી જવાની ઘટનાને લઈ સમગ્ર ગ્રામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. નાનકડા એવા ગામમાં આ પ્રકારની ઘટના બનતા ગામ આખુ હિબકે ચડ્યું છે.