શોધખોળ કરો

આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત 

આણંદના નાવલી ગામ નજીક ગુરુવાર રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક લોકોને અ઼ડફેટે લીધા હતી.

આણંદ : આણંદના નાવલી ગામ નજીક ગુરુવાર રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક લોકોને અ઼ડફેટે લીધા હતી. કાર ચલાવનારા નબીરાએ દારુના નશામાં અંદાજે આઠ લોકોને કચડી નાખ્યા હતા. દારૂ પીને પૂરપાટ ઝડપે કાર ચલાવનાર જેનિસ પટેલે  બે બાઇક અને સામેથી આવતી બે બાઈકને અડફેટે લઈ આઠ વ્યક્તિને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.  

આણંદ જિલ્લાના નાવલી-નાપાડ રોડ ઉપર ગત ગુરુવાર મોડી રાત્રિના સુમારે નશાની હાલતમાં બેફામ કાર હંકારી નાપાડના યુવકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો.  ચાર વ્યક્તિઓના મોત થયા હતા. આ બનાવમાં આણંદ ગ્રામ્ય પોલીસે કારચાલકની ધરપકડ કરી હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત 

નાવલી-નાપાડ રોડ ઉપર ગત ગુરુવાર મોડી રાત્રે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક અર્ટીગા કારના ચાલકે આગળ જઈ રહેલા બાઈક તથા સામેથી આવી રહેલા બે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. 

ઈજાગ્રસ્ત જેનીશનો આણંદની જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરાવતા નશો કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજાવનાર જેનીશ પટેલ વિરૂધ્ધ આણંદ ગ્રામ્ય પોલીસે માનવ વધની કલમનો ઉમેરો કરી બે દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત 

જેનીશ પટેલ નામના નબીરાએ બેફામ નશાની હાલતમાં આ અક્સ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નાવલી -નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની  હાલતમાં બેકામ ગાડી હંકારીને 7 વ્યક્તિ કચડી નાખતાં 4 લોકોના મોત થયા હતા. આ બનાવને પગલે અમદાવાદના તથ્ય કાંડની યાદ તાજી થઈ હતી. પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ સામે આઇપીસી કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધ્યો છે. 

નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ ગયો હતો. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ - નાવલી રોડ દહેમી પાસે આગળ ત્રણ બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારીને બચાવાનો પ્રયાસ કર્યો ન હતો. એક પછી એક ત્રણ બાઈકને અડફેટમાં લઈને બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નિપજયા હતા. જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અંકિતા ગુમા સહિત 3 વ્યક્તિને ઇજા થઈ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક
Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક
Embed widget