Fraud:યુકેની કંપનીમાં નોકરી મળી હોવાનું કહીને મહિલા સાથે કરી 40 લાખની છેતરપિંડી
અરવલ્લીમાં એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ કરી છે
અરવલ્લીની મહિલાને યૂકે જવાનું સપનું જોવું ભારે પડ્યુ. મહિલાને યૂકેમાં નોકરી મળી હોવાની કહીને 40 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે.
અરવલ્લીમાં એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ કરી છે. પીડિત મહિલાએ મોડાસાની અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગ સામે રૂ 40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ કંપનીએ પરિવારને યુકે માં ઓપન વિઝા થયેલ હોવાનું કહીને કંપનીમાં મહિલાને 2.34 લાખની પગારની નોકરી મળવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનિય છે કે, શિકા ગામના અરુણાબેન ચૌધરી બાળકો તેમજ તેમના પતિ અને દિયર યુકે ગયા હતા. યુ કે જતા મહિલાને જે કંપનીમાં નોકરી મળવાની હતી, તે કંપની જ બોગસ નીકળતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઇ. આખરે નોકરીના અભાવે મહિલા અને બંને દીકરી ભારત પરત ફરવું પડ્યું. પીડિત મહિલાએ અમી ઇન્ટરનેશનલ વિઝા સંચાલક વિરુદ્ધ મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.