Gujarat Election 2022: આ બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસના 500 કાર્યકરો બીજેપીમાં જોડાયા
વડોદરા: કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે જ પાર્ટીમાં ગાબડું પડ્યું છે. ડભોઇ કોંગ્રેસનો છેડો ફાડી 500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ લોકોએ શૈલેષ મહેતાના હાથે કેસરિયો ધારણ કર્યો છે.
વડોદરા: કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે જ પાર્ટીમાં ગાબડું પડ્યું છે. ડભોઇ કોંગ્રેસનો છેડો ફાડી 500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ લોકોએ શૈલેષ મહેતાના હાથે કેસરિયો ધારણ કર્યો છે. મળતી વિગતો અનુસાર કોંગ્રેસમાં બાલકૃષ્ણ પટેલ ઢોલરનું નામ સંભવીત ઉમેદવાર તરીકે ચાલી રહ્યું છે. ત્યારે પક્ષથી નારાજ થઈ શનોર ગામના માજી સરપંચ રાકેશસિંહ ઉદેસિંહ અંબાલિયા, માજી કારોબારી ચેરમેન સહિતના નેતાઓ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. રાજપૂત, ક્ષત્રિય, ઠાકોર સમાજના આગેવાનોને સાથે રાખી તેઓ ભાજપમાં જોડાયા છે. મંડાળાના ઉમેશભાઈ પટેલ એ.પી.એ.સી.ડિરેકટર અને પૂર્વ સરપંચ પણ ભાજપમાં જોડાયા છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા લડશે ચૂંટણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. શહેરા બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે તેવો સૂત્રોએ દાવો કર્યો છે. તો બીજી તરફ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયાડથી ચૂંટણી લડશે તેવો સૂત્રોનો દાવો છે. આ અંગે હજુ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાવાના હતા. જો કે મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ રદ્દ થતા હવે શંકરસિંહ વાઘેલા ક્યારે કોંગ્રેસમાં જોડાશે તે હજુ નક્કી નથી. અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે અને આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.
કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર
કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક પરથી મામદભાઈ જતને ટિકિટ આપવામાં આવી છે. ટંકારા બેઠક પરથી લલિત કગથરા, જેતપુરથી દિપકભાઈ વેકરીયાને ટિકિટ આપી છે. ધોરાજી બેઠક પરથી કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી કૉંગ્રેસે ભીખાભાઈ જોશીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પરથી નૌશાદ સોલંકીને ટિકિટ આપી છે. અમરેલી બેઠક પરથી પરેશભાઈ ધાનાણીને ટિકિટ મળી છે. લાઠી બેઠક પરથી વિરજીભાઈ ઠુમ્મરને ટિકિટ મળી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ પહેલા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કૉંગ્રેસની પ્રથમ યાદીમાં અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાનું નામ હતું.
46 ઉમેદવારો સાથેની બીજી યાદી
ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે.





















