Gujarat rain Update: રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધાયો વરસાદ
Gujarat rain Update: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યોછે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે જો કે ભારે વરસાદની કોઇ શક્યતા નથી.
Gujarat rain Update:અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતવાર સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
- નવસારીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- સુરતના મહુવામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- તાપીના વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- સુરતના કામરેજમાં વરસ્યો એક ઈંચ વરસાદ
- સુરતના માંગરોળમાં વરસ્યો એક ઈંચ વરસાદ
- ઓલપાડમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
- ક્વાંટમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
- પલસાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
- જલાલપોરમાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
- નાંદોદમાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
- આહવા, સુરત શહેરમાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
લાંબા વિરામ બાદ અને ચોમાસાની વિદાય બાદ પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે. નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે... તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં બનલે સિસ્ટમ લો પ્રેશર બનતા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ સહિત જિલ્લાના ભાગોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.