શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં 6 ગામો થયા સંપર્ક વિહોણા, જાણો કેવી છે સ્થિતિ
હાલ ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે જેને કારણે નદી, નાળા બે કાંઠે વહેતા થયા છે.
હાલ ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે જેને કારણે નદી, નાળા બે કાંઠે વહેતા થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ પણ જોવા મળી છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા નોળી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નોળી નદીમાં પુર આવતાં છ ગામો સંપર્ક વિહોણા થયા છે. નોળી નદીમાં પુરની સ્થિતિથી કામનાથ નજીકના કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. સકરાણા, વિરપુર, લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે સ્થાનિક પ્રશાસને પણ તમામ ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી મેળવી હતી.
જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ચારથી આઠ વાગ્યા સુધીમાં માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. ધોધમાર વરસાદથી માંગરોળના દરિયામાં પણ છથી સાત ફુટ મોજા ઉછળ્યા હતાં.
આ ઉપરાંત ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવાના ખારી, ગલથર, બેલમપર, કંટાસર, મોણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ખાદી નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં ત્રાપજ, અલંગ, મણાર, કઠવા, સોસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. રાજુલાના નવા આગરીયા, ભંડારીયા, માંડરડી અને વાવેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. પીપળવા, ખડાધારા, બોરાળા, ભાવરડી અને નાનુડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion