શોધખોળ કરો

Gujarat Assembly Elections: જાણો પંચમહાલના આ નેતાને બીજેપીએ કેમ કર્યા સસ્પેન્ડ

Gujarat Assembly Elections 2022: હાલોલ વિધાનસભા બેઠક પર ટીકીટ ન મળતા અસંતુષ્ટ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના રામચંદ્ર બારીયા સહિત 7 અસંતુષ્ટોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Gujarat Assembly Elections 2022: હાલોલ વિધાનસભા બેઠક પર ટીકીટ ન મળતા અસંતુષ્ટ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના રામચંદ્ર બારીયા સહિત 7 અસંતુષ્ટોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલોલ વિધાનસભા બેઠક પર હાલોલના ગોપીપુરા ગામના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયાએ ભાજપમાંથી ટીકીટ માંગી હતી. ભાજપ દ્વારા ટીકીટ ન આપવામાં આવતા નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષ ઉમેદવારી કરનાર રામચંદ્ર બારીયા તેમજ તેમને ટેકો આપનાર અન્ય 7 ભાજપના કાર્યકરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બાવળામાં ભાવુક થયા PM મોદી

પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ કડીમાં આજે પીએમ મોદીએ બાવળામાં સભા ગજવી હતી. આ અવસરે સભા સ્થળે પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, અમદાવાદ ભાજપ જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ચારેય ઉમેદવાર હાર્દિક પટેલ, કનું પટેલ, કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ભાવુક થયા

પીએમ મોદીના આગમન સાથે સભા સ્થળે મોદી-મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાનનું પાઘડી, ગુલાબના હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ભુપેન્દ્ર સિંહને સિનિયર કહીને માન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બાવળા આવ્યો હોઉં અને લીલાબાના દર્શન કરું, 104 વર્ષના માણેક બા એ મને આવીને આશીર્વાદ આપ્યા. આ વાત કરતા પીએમ મોદીને ગળે ડૂમો ભરાયો હતો અને પ્રધાનમંત્રી ભાવુક થયા હતા.

તેમણે આગળ કહ્યું કે, આ મારી ચોથી સભા છે. હું ગુજરાતના ખૂણે-ખૂણે ગયો છું. ચૂંટણી તો ઘણી લડી અને લડાવી.  ચૂંટણીના નરેન્દ્ર લડે છે ના ભુપેન્દ્ર લડે છે, ચૂંટણી ઉમેદવાર પણ નથી લડતા ચૂંટણી જનતા લડે છે. અમદાવાદથી નજીકનો આ વિસ્તાર તેજીથી વિકસિત થઈ રહ્યો છે. બહુચરાજી સુધી તેનો વિકાસ થઈ રહ્યો છે. હું વડીલ મગનકાકાને ત્યા રોકાતો, બીજા દિવસે બસ મળતી. ગાંધીજી કહેતા ભારતનો આત્મા ગામડામાં વશે છે, પરંતુ કોંગ્રેસે તેની ઉપેક્ષા કરી. અમે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણાવવું. ડોકટર અને એન્જીનીયર ફિલ્ડ માટે તે અઘરું, પરંતુ ગામડાના વિધાર્થી માટે તે મોટી વાત છે.

કોંગ્રેસને ગામડા અને શહેરો વચ્ચે ખાઈ ઉભી કરી. કોંગ્રેસના કાળમાં અહીં વિકાસ નહોતો. 200 વિઘા જમીનના માલિકને પહેલ કોઈ પૈસા નહોતુ આપતું. હવે સાણંદ અને ધોલેરાનો વિકાસ થતા, સાણંદના લોકો હવે થેલો ભરીને રિક્ષામાં રૂપિયા લાઇ જાય છે. ખેડૂતનો દીકરો ચાર બંગડી વાળી ગાડી લાવે છે. નોટો ગણવાના મશીન લાવે છે. 20 વર્ષ પહેલાં પાણીનું પણ રાશન હતું. શાળાઓ શોધવા જવી પડતી. હવે શહેરની જેમ ગામડામાં વીજળી, પાણી અને રાંધણગેસ ઉપલબ્ધ છે.

20 વર્ષ પહેલાં અહીં વીજળીના 20 સબ સ્ટેશન હતા ભાજપ સરકારે 90 જેટલા વધાર્યા છે. ગામડા સમૃદ્ધ કરવા અમે કામ કર્યું. સાબરમતી કે જ્યાં ગાંધીએ તપસ્યા કરી એક સમયે ત્યાં ગધેડા બંધાતા. તે સાબરમતી મેં જીવતી કરી. શાળાઓ શોધવા જવી પડતી. હવે શહેરની જેમ ગામડામાં વીજળી, પાણી અને રાંધણગેસ ઉપલબ્ધ છે. સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યું તેનો ઉપયોગ ગામડાના તળાવ ભરવા પણ કરાય છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે મળે ત્યારે ફતેહવાડીની વાત કરે જ. આજે તેમાં નર્મદાના પાણી વહે છે. આ પાણીથી સિંચાઇની સુવિધાથી ધાન્યનું ઉત્પાદન મળ્યું. 20 વર્ષ પહેલાં 1.5 લાખ ધાનનું ઉત્પાદન થતું જે હવે 4 લાખ મેટ્રિક ટન જેટલું થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget