![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7618ના મોત, દરરોજ સરેરાશ 43 થી વધુ રોડ અકસ્માત થાય છે
પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ભારતમાં 2022માં થતા માર્ગ અકસ્માતો અંગે વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ દરેક રાજ્યની પોલીસ અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલીસ વિભાગો દ્વારા જારી કરવામાં આવે છે.
![રાજ્યમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7618ના મોત, દરરોજ સરેરાશ 43 થી વધુ રોડ અકસ્માત થાય છે 7618 deaths in road accidents in the state in a year, an average of more than 43 road accidents every day રાજ્યમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7618ના મોત, દરરોજ સરેરાશ 43 થી વધુ રોડ અકસ્માત થાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/abac15045c8def6dc7690efde19078601695217395034233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Road Accident: રાજ્યમાં માર્ગ અકસ્માતમાં એક વર્ષમાં 7 હજાર 618 લોકોએ જીવ ગૂમાવ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર રાજ્યમાં દરોરજ સરેરાશ 43થી વધુ રોડ અકસ્માતની ઘટના બને છે. જેમાં 95 ટકા કિસ્સામાં ઓવરસ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે. જ્યારે હેલમેટ વગરના 1 હજાર 814 અને સીટ બેલ્ટ વિનાના 891 વાહનચાલકના મોત નિપજ્યા છે. એટલું જ નહીં અકસ્માતમાં મોત થનાર 108 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.
તો રાજ્યમાં રાહદારી પણ સલામતી નથી. કેમ કે વાહનની ટક્કરથી 1 હજાર 568 લોકોએ જીવ ગૂમાવ્યા છે. જ્યારે 1 હજાર 165ને ગંભીર ઈજા થઈ હતી. સાથે જ એક વર્ષમાં 161 સાયકલ ચાલકના પણ મોત થયા છે અને 128 સાયકલ ચાલક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય ટુ વ્હીલરમાં 3 હજાર 381, રિક્ષામાં 886, કારમાં 1 હજાર 45, ટ્રકમાં 645 અને બસમાં સવારી કરતા 109 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.
પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ભારતમાં 2022માં થતા માર્ગ અકસ્માતો અંગે વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ દરેક રાજ્યના પોલીસ અધિકારીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગો દ્વારા જારી કરવામાં આવે છે. આ ડેટા એશિયા પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા (APRAD) હેઠળ બહાર પાડવામાં આવ્યો છે.
રિપોર્ટમાં રોડ અકસ્માતના સૌથી મોટા કારણોમાં ઓવર સ્પીડ, બેદરકાર ડ્રાઇવિંગ, નશામાં ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું છે. આવા માર્ગ અકસ્માતો અંગે વાહનચાલકોને જાગૃત કરવાની જરૂર છે. જેથી બને તેટલા લોકોના જીવ બચાવી શકાય. ડ્રાઇવરો માટે અનેક પ્રકારના શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો શરૂ કરવા પડશે.
માર્ગ અકસ્માતોને રોકવા માટે મંત્રાલય ઘણી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. મંત્રાલય રસ્તા પર વાહન ચલાવતા લોકોને તાલીમ પણ આપે છે.આ સિવાય તે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાહનના ધોરણો, ટ્રાફિક નિયમોના અમલીકરણ અને અકસ્માતોને રોકવા જેવા ઘણા પાસાઓ પર કામ કરી રહ્યું છે. માર્ગ અકસ્માતો ઘણા કારણોસર થાય છે, તેથી આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે તે જરૂરી છે. મંત્રાલય વિવિધ અન્ય સંબંધિત સંસ્થાઓ તેમજ હિતધારકોના સહયોગથી શિક્ષણ, એન્જિનિયરિંગ (રસ્તા અને વાહન બંને), અમલીકરણ અને કટોકટી સંભાળ સહિત તમામ 4E ને આવરી લેતી યોજના તૈયાર કરી રહ્યું છે. જેમાં 4E એટલે શિક્ષણ, એન્જિનિયરિંગ (રસ્તા અને વાહનો બંને), અમલીકરણ અને ઇમરજન્સી કેર.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)