77 સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે કર્યું ધ્વજવંદન
મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું. સાથે જ પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
![77 સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે કર્યું ધ્વજવંદન 77 State Level Celebration of Independence Day, Chief Minister Bhupendra Patel Hoisted the Flag at Valsad 77 સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે કર્યું ધ્વજવંદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/7e9c11c3c4d7f4b779d8509ae62b3a4d169207184195875_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Independence Day 2023: આ વર્ષે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ હતી. અહીં મુખ્યમંત્રીએ 77માં સ્વસંત્રતા દિવસે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.
મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું. સાથે જ પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પહેલા મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 77માં સ્વાતંત્ર્ય દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ..! આજના રાષ્ટ્રીય પર્વે માતૃભૂમિનું ગૌરવ વધારવા અને અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપવા સંકલ્પબદ્ધ થઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)