Junagadh: જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ડૂબી જતા 2 વર્ષના બાળકનું મોત, પરિવારમાં શોકનો માહોલ
જૂનાગઢ: રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ભારે વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમા રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આજે એક દૂર્ઘટના ઘટતા અરેરાટી મચી જવા પામી છે.
જૂનાગઢ: રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ભારે વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમા રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આજે એક દૂર્ઘટના ઘટતા અરેરાટી મચી જવા પામી છે. દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બાળકના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો હતો. બાળકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરુ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થયું છે. દિવસ બાદ સાંજે અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ ઉપરાંત અમીરગઢના વિરમપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. કાનપુરા, ડાભેલી, રામપુરા, ખાટી સિતરા સહિતના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે કાંકરેજ પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના થરા,ખીમાણા,શિહોરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆતથી લોકોને ગરમીથી રાહત મળી છે. વાવણી બાદ વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
રાઘનપુર બાદ હારીજમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. હારીજ,નવા કલાણા,અડિયા,કુરેજા, અસાલડી, બોરતવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે. અતિશય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વડોદરાના શિનોરમાં અસહ્ય ગરમી બફારા બાદ વરસાદે બીજી ઇનિંગ કરી શરૂ છે. વડોદરાના શિનોરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શિનોરના રોડ રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું છે. શિનોર પંથકના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial