Kheda: પિતાની નજર સામે જ પુત્રીએ પુલ પરથી કુદી કર્યો આપઘાત,3 મહિના પહેલાં જ થયા હતા લગ્ન
ખેડા: વિસ્તારમાં એક હ્યદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં પિતાની નજર સામેજ 21 વર્ષિય પરિણીત દિકરીએ પુલ પરથી ઝંપલાવ્યું છે.
ખેડા: વિસ્તારમાં એક હ્યદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં પિતાની નજર સામેજ 21 વર્ષિય પરિણીત દિકરીએ પુલ પરથી ઝંપલાવ્યું છે. પતિના ત્રાસથી કંટાળી ઠાસરાના રાણીયા મહીસાગર નદીના પુલ પરથી ક્રિષ્ના ઉર્ફે લક્ષ્મી નામની દીકરીએ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પિતાને ફોન કરીને જણાવ્યું કે, ‘પપ્પા હું રાણીયા મહિસાગર નદીના પુલ પર ઉભી છુ, મને મારા પતિ ત્રાસ આપે છે, બીજા લગ્ન કરવાનું કહે છે જેથી હું નદીમાં પડી મરી જાવ છું',
જે બાદ તાત્કાલિક દીકરીના પિતા અને અન્ય સંબંધી લોકો નદીના પુલ ઉપર પહોંચતા પુલની પાળી પર બેઠેલી પુત્રી સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પિતાની નજર સામે જ પુત્રીએ નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં પાણી ન હોઈ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવા દરમ્યાન મોત નિપજ્યું હતું. સામે આવેલી વિગતો અનુસાર આ યુવતીના હજુ 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. આમ 3 માસના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે. પતિએ લગ્નના થોડા જ દિવસોમાં પોતાની પત્નીના કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાબતે ખોટો વ્હેમ રાખ્યો અને ત્રાસ આપતો હતો. પરિણિતાના પિતાએ જમાઈ કિર્તનસિંહ પરમાર સામે ડાકોર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વિદ્યાસભા સંકુલમાં ફરજ બજાવતાં શિક્ષિકા બેડ પર મૃત હાલતમાં મળી આવતાં ચકચાર
અમરેલી વિદ્યાસભા સંકુલમાં બજાવતા શિક્ષિકાનું મોત થયું છે. તરસરિયા રીનાબેન (ઉં. 23) વહેલી સવારે સ્ટાફ ક્વાર્ટર રૂમના બેડ ઉપર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી વિદ્યાસભામા શિક્ષક તરીકે બજાવતા હતા. વિદ્યાસભાના સંસ્થાના સંચાલક દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે મોતનું કારણ
શિક્ષિકાના પી.એમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે. મળતી માહિતી મુજબ મૃતક રીનાબેન ખાંભા તાલુકાના ગીદરડી ગામના રહેવાસી હતા. અમરેલી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં ભાજપ નેતા રવુભાઈ ખુમાણને મારી નાખવાની ધમકી આપ્યાની રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપ નેતાના પુત્રના પેટ્રોલપંપ પર એક શખ્સે આવી બબાલ કરતા તેમના વિરુદ્ધ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પિતાને ધમકી મળી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના સભ્ય રવુ ખુમાણને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપ નેતાના પુત્રએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અસમાજિકતત્વ ઉશ્કેરાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનમા અજાણ્યા નંબર પરથી બાબુ નામે કોલ કરનાર વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઈ હતી. ભાજપ સંગઠનમાં કામ કરનાર રવુ ખુમાણે મોડી રાતે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.