શોધખોળ કરો

Banaskantha : રણુજા સંઘમાં જતા પદયાત્રીનું કેનાલમાં ડૂબી જતાં મોત, થરાદ કેનાલમાંથી મળી લાશ

થરાદની મુખ્ય કેનાલમાંથી રણુજા જતાં પદયાત્રીની લાશ મળી આવી છે. રામદેવરા સંઘમાં જતા યાત્રાળુનો કેનાલમાં પગ લપસતા મોત થયું છે. રાધનપુરના 22 વર્ષીય લાલાભાઇ ભરવાડ કેનાલમાં ગરકાવ થયા હતા.

બનાસકાંઠાઃ થરાદની મુખ્ય કેનાલમાંથી રણુજા જતાં પદયાત્રીની લાશ મળી આવી છે. રામદેવરા સંઘમાં જતા યાત્રાળુનો કેનાલમાં પગ લપસતા મોત થયું છે. રાધનપુરના 22 વર્ષીય લાલાભાઇ ભરવાડ શોચક્રિયા કર્યા બાદ કેનાલમાં હાથ ધોવા જતા ગરકાવ થયા હતા. થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી હતી. 

Muharram 2022 : જામનગરમાં તાજીયાની રાતે વીજશોક લાગતાં બેના મોત, 10થી વધુ લોકો ઘાયલ

જામનગરઃ તાજીયાની રાતે વીજશોટ લાગતા દસથી વધુ લોકોને ઇજા પહોંચી છે. શહેરના  ધરારનગર વિસ્તારમાં ગત રાત્રીના સમયે ઘટના બની વીજશોક લગતા બે વ્યક્તિઓના મોત થયા છે. ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ગોઝારી દુર્ઘટના બનતા SP પ્રેમસુખ ડેલુ જી જી હોસ્પિટલે પહોંચ્યા હતા. કઈ રીતે આ ઘટના બની તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સોમવારે મધરાતે તાજિયાના જુલૂસ કાઢતી વખતે દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તાજિયાના ઉપરના ભાગે વીજવાયર અડી જવાથી શોર્ટ સર્કિટ ઘટી હતી. ઘાયલ થયેલા સંખ્યાબંધ લોકોને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન વીજકરંટ લાગેલા બે યુવકનાં મોત થયા હતા, જ્યારે અન્ય 12 જેટલા યુવકને સારવાર આપવામાં આવી રહી છે.

વીજકરંટથી ઘાયલ થયેલા યુવકોને મધરાતે જ યુદ્ધના ધોરણે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા.બનાવની જાણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને સૂચના આપી હતી.

Gujarat Swine Flue : ચોમાસામા વધેલા રોગચાળાને લઈ આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક મળી

બનાસકાંઠાઃ પાલનપુર સિવિલમા સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. જિલ્લામા સ્વાઇન ફ્લૂથી 2 મોત થયા છે. જ્યારે 4 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ બનાવાયો  છે. 4 દર્દી ઓકસીજન પર છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 

અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર ચિંતાજનક સ્થિતિમાં છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓગષ્ટ માસમાં 99 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનામાં 30 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. વર્ષ 2022માં સ્વાઇનફ્લૂના કુલ 122 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં 10 વર્ષીય અને 10 મહિનાનું બાળક સારવાર હેઠળ છે. 
સોલા સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓ દાખલ છે. એલજી અને શારદાબેન હોસ્પિટલમાં કુલ 15 દર્દીઓ દાખલ છે. હાલ સુધી એક પણ મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે નહિ.

ચોમાસામા વધેલા રોગચાળાને લઈ આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક મળી હતી. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ  હાજર રહ્યા હતા. મંકીપોક્સ અંગે તૈયારીઓની સમીક્ષા, સ્વાઇન ફ્લૂના કેસો સહિત અન્ય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. 

વડોદરામાં પાલિકાના આરોગ્ય વિભાગનું ચેકીંગ. 8 દિવસમાં 4.46 લાખ ઘરનો સર્વે કરાયો હતો. જેમાં તાવના 6254, ઝાડાના 695, ડેન્ગ્યુ 22, ચિકનગુનિયા 26, કોલેરા 6, સ્વાઇન ફલૂ 39 દર્દીઓ મળ્યા. સૌરાષ્ટ્રમાં કોરોના ફફડાટ વધ્યો છે. રાજકોટમાં બે દિવસ પહેલા કોરોના ગ્રસ્ત દર્દીના મોત બાદ વધુ એક દર્દીનું મોત થયું હતું. વેરાવળમાં દાખલ થયેલા કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું હતું. બે દિવસમાં બે મોત , સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી એક મોત થયા છે. જ્યારે  ત્રણ દર્દી વેન્ટિલેટર ઉપર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપAhmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલFake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શનPorbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Embed widget