શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાવરકુંડલાઃ પુત્ર પ્રાપ્તિ માટે ગયેલી 24 વર્ષની યુવતીને વિધીના નામે સંપૂર્ણ નગ્ન કરી ધર્મગુરુએ બાંધ્યા શારીરિક સંબંધ ને............
સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સાવરકુંડલામાં રહેતા પોતાની જ્ઞાતિના ધર્મગુરુને 24 વર્ષીય મહિલા અને તેના પરિવારના લોકો બહુ માન આપતા હતા.
સાવરકુંડલાઃ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે વિધી કરાવવા ગયેલી 24 વર્ષની યુવતી સાથે સમાજના ધર્મગુરુએ વિધીના નામે શારીરિક સંબધો બાંધ્યા હતા. આ ધર્મગુરૂએ વિધીના નામે યુવતીને સંપૂર્ણ નગ્ન કરીને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. આ રીતે એકથી વધુ વાર તેણે શારીરિક સંબંધો બાંધ્યા પછી યુવતીએ ઈન્કાર કરતાં તેની મારપીટ કરી હતી. આ ઉપરાંત તેની દીકરીઓને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. યુવતીએ આ ધર્મગૂરૂ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સાવરકુંડલામાં રહેતા પોતાની જ્ઞાતિના ધર્મગુરુને 24 વર્ષીય મહિલા અને તેના પરિવારના લોકો બહુ માન આપતા હતા. આ યુવતીને દીકરીઓ જ હોવાથી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી. આ અંગે ગુરૂને વાત કરતાં તેમણે પુત્ર પ્રાપ્તિની વિધિ કરી આપવાના બહાને યુવતીને ઘરે બોલાવી હતી. એ પછી તેણે ગુપ્ત રીતે વિધિ કરવાના બહાને પોતાના ઘરમાં પરિણીતાને નગ્ન થવાની ફરજ પાડીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે આરોપીએ યુવતી પર બે બે વખત ધાર્મિક વિધિના નામે બળાત્કાર ગુજારીને બળજબરીથી પોતાની વાસના સંતોષી હતી. એ પછી યુવતી તાબે ન થાય તો ધર્મગુરૂ તેની સાથે માર પીટ કરતો હતો અને તેની દીકરીઓને પતાવી દેવાની પણ ધમકી આપતો હતો. આ મામલે સાવરકુંડલા પોલીસે પરિણીતાની ફરિયાદ લઇ આરોપીની ધરપકડ કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion