Heart Attack: ડાકોરમાં હાર્ટ અટેકે વધુ એક ધબકારને થંભાવી, અચાનક બેભાન થઇ ગયા બાદ થયું મોત
રાજ્યમાં હાર્ટ અટેકના સતત કેસ વધી રહ્યાં છે. ડાકોરમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો. 47 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી નિધન થયું
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે પાટણ બાદ ભાવનગરમાં પણ નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ડાકોરના 47 મિનેષ રમેશભાઇ જેઠવાનું મોત થયું છે.
ડાકોરમાં ફરી એક વખત 47 વર્ષની વ્યક્તિનું ધબકતું હૃદય બંધ થયું છે, મિનેષ રમેશભાઇ જેઠવાનું હાર્ટ અટેક આવી જતાં મોત નિપજ્યું છે. તેમને બેભાન અવસ્થામાં જોઇને પરિવાર તાબડતોબ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
તો બીજી તરફભાવનગરમાં ફરી એક વખત 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી. તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
તો બીજી તરફ ભાવનગર તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને પરત ધરે આવી હતી અને માતાને કહ્યું હતું કે, ભવાઈ જોવા જવાનું છે તો પહેલા થોડો આરામ કરી લઉં, બાદ ઊંઘમાં યુવતીનું હદય બંધ પડી ગયું હતું. 18 વર્ષની દીકરી જિજ્ઞાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબ ડૉક્ટરે જણાવતા પરિવાર પણ અચંબામાં પડી શોક મગ્ન છે. નાની વયે દીકરા –દીકરીઓના મોતથી સતત ચિંતા વધારો થયો છે.
રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે જામનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક 37 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે