Valsad News: દમણમાં ગરમીથી બચવા તળાવમાં ન્હાવા પડેલા 7 વર્ષના બાળકનું મોત
Valsad News: દમણના ડાભેલના ચંચળ ઘાટ તળાવમાં એક ગોજારી ઘટના ઘટી છે. તળાવમાં ડૂબી જવાથી માસુમ બાળકનું મોત થયું છે. ગરમીથી બચવા કેટલાક બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા.
Valsad News: દમણના ડાભેલના ચંચળ ઘાટ તળાવમાં એક ગોજારી ઘટના ઘટી છે. તળાવમાં ડૂબી જવાથી માસુમ બાળકનું મોત થયું છે. ગરમીથી બચવા કેટલાક બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાં 7 વર્ષીય માસુમ રાજ કેવટ નામના બાળકનું મોત નિપજ્યું. દમણ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બાળકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
રાજ્યમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા, એક દર્દીનું મોત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ સામે આવી રહ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે.
જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે ગીર સોમનાથમાં 1 મોત પણ થયું છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 142 કેસ નોંધાયા છે. મહેસાણામાં 35 કેસ, વડોદરા 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 28 કેસ, સુરત શહેરમાં 27 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે (14 એપ્રિલ) મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ નોંધાતા રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે. આ સંક્રમણના કારણે ચાર લોકોના મોત પણ થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે (13 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના 1086 નવા કોરોના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે (12 એપ્રિલ) રાજ્યમાં કોરોના સંક્રમણના 1,115 નવા કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કોરોના બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ સુધી 80 લાખ 126 લોકો સારવાર બાદ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. સૌથી વધુ સક્રિય કેસ મુંબઈમાં છે. મુંબઈમાં કોરોનાના 1643 સક્રિય કેસ છે. થાણેમાં 1056 સક્રિય કેસ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
