5 એપ્રિલથી રાજ્યની પ્રાથમિક શાળાઓના સમયમાં કરાયો ફેરફાર, જાણો વિગતે
અગાઉ પ્રાથમિક શાળા (primary schools)ના સમયમાં ફેરફાર કરવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે રજૂઆત પણ કરી હતી. જો કે, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ આઠ મહાનગરમાં સરકારી શાળામાં શૈક્ષણિકકાર્ય બંધ છે. માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavvirus) ના સંક્રમણમાં ફરી વાધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાથમિક શાળાઓને (Primary schools) લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં (Primary schools) 5 એપ્રિલથી સવારનો સમય કરાયો છે. શાળામાં શૈક્ષણિક કલાક જળવાય તે પ્રકારે સવારનો સમય રાખવા સૂચના અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે સવારના સમય માટે આદેશ જાહેર કર્યો છે. હાલ આઠ મહાનગરોમાં સરકારી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ છે.
અગાઉ પ્રાથમિક શાળા (primary schools)ના સમયમાં ફેરફાર કરવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે રજૂઆત પણ કરી હતી. જો કે, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ આઠ મહાનગરમાં સરકારી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે. માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં અઠવાડિયામાં નોંધાયાયેલા કેસ
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
31 માર્ચ |
2360 |
9 |
30 માર્ચ |
2220 |
10 |
29 માર્ચ |
2252 |
8 |
28 માર્ચ |
2270 |
8 |
27 માર્ચ |
2276 |
5 |
કુલ કેસ અને મોત |
16,428 |
60 |
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં શુક્રવારે 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
Education Loan Information:
Calculate Education Loan EMI