Banaskantha: કાંકરેજના શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, એક બાળકનું મોત
બનાસકાંઠામાં કાંકરેજના શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગથી એક બાળકનું મોત થયું હતું
બનાસકાંઠામાં કાંકરેજના શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગથી એક બાળકનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શિહોરીમાં આવેલી હની બાળકોની હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આઈસીયુમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતુ જ્યારે અન્ય બાળકોને સારવાર માટે શિહોરી રેફરલ કરવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટથી આઇસીયુમાં આગ લાગી હોવાનું અનુમાન છે. હાલ તો શિહોરી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
Vapi: GIDCમાં ભરત કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધુ ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે
વલસાડ: વાપી GIDCમાં ભરત કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ આગને લઈને દૂર-દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. વાપીના તમામ ફાયર ફાયટર સ્થળ પર પહોંચ્યાં છે. વાપી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગી હતી. ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં આ આગ લાગી હતી. આગની ઘટના બનતા 20થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જીઆઈડીસીમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે.
Gujarat Assembly: રાજયમાં બે વર્ષમાં સિંહ, દીપડાના કેટલા લોકોના મોત થયા ? કેટલી સહાય ચૂકવાઈ, જાણો વિગત
Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહો અને દીપડાઓ દ્વારા માનવીઓ પર કરવામાં આવેલા હુમલાના વિગતો રજૂ થઈ હતી. જે મુજબ સિંહો દ્વારા કરવામાં આવેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 7 માનવીના મૃત્યુ અને 40 લોકોને ઈજા થઈ હતી. દીપડા દ્વારા થયેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 27 લોકોના મુત્યુ અને 189 લોકોને ઈજા થઈ હતી.
કેટલી સહાય ચૂકવાઈ
સિંહ દ્વારા થયેલા માનવ મુત્યુ બદલ 33 લાખની સહાય કરાઈ છે, જ્યારે ઈજા માટે 22 લાખ 74 હજારની કરાઈ ચુકવણી કરાઈ છે. જ્યારે દીપડાના કારણે થયેલા મૃત્યુના પરિણામે 1 કરોડ 20 લાખ ની સહાય અને ઈજાગ્રસ્તને 12 લાખ 33 હજાર 300 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકારે બે વર્ષમાં મહોત્સવ પાછળ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ?
છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ પાછળ સરકાર કર્યો કરોડોનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિત સજાવટમાં કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો અને અખબારમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.