કચ્છના જખૌ પાસેથી ઝડપાયેલા ડ્ર્ગ્સ કેસમાં શું થયો ખુલાસો, જાણો
ગુજરાત ATSની પકડમાં પાકિસ્તાનના નશાના સોદાગરો છે. જેમની પાસેથી 50 કિલો હેરોઈન ઝડપાયું છે. જેની કિંમત 250 કરોડ થાય છે.
ગુજરાત ATSની પકડમાં પાકિસ્તાનના નશાના સોદાગરો છે. જેમની પાસેથી 50 કિલો હેરોઈન ઝડપાયું છે. જેની કિંમત 250 કરોડ થાય છે. 30 મેના ગુજરાત ATSને બાતમી મળી હતી કે પાકિસ્તાનની એક બોટ હેરોઈનનો જથ્થો લઈ કચ્છના જખૌ પાસે ડિલિવરી કરવા આવી રહી છે. બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે કોસ્ટ ગાર્ડ સાથે ઓખાથી રવાના થઈ હતી. મધદરિયે પાકિસ્તાનની બોટને પકડી લેવામાં આવી હતી.
જો કે, કોસ્ટગાર્ડની બોટને જોઈ જતાં જ બોટમાં સવાર 7 પાકિસ્તાની ખલાસીઓએ પ્લાસ્ટિકના 2 થેલામાં હેરોઈનનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. બાદમાં 7 પાકિસ્તાનીઓને પકડી પૂછપરછ કરતા તેમણે હેરોઈનનો જથ્થો ફેંકી દીધાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતના આધારે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે મુદ્દામાલ શોધવાનું કામ શરૂ કર્યું હતું. બાદમાં હેરોઈન ભરેલી બંને બેગ સરક્રિક પાસે મળી આવી હતી. સાતેય પાકિસ્તાનીઓ અગાઉ દુબઈ અને સોમાલિયા સહિત આફ્રિકાના અન્ય દેશમાં જઈ આવ્યા છે.
રાજકોટમાં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે આધેડની હત્યા
રંગીલા રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. અહીં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત સાંજે 70 વર્ષીય કિરીટ ભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો ન હતો.