Panchmahal News: ગોધરામાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતા 3 શ્રમિકો દટાયા, એકનું મોત, બેની હાલત ગંભીર
Panchmahal News: ગોધરાના સૈયદ વાળા વિસ્તારમાં મકાન બાંધકામ ખોદકામ દરમિયાન માટી ઘસી પડતા ત્રણ શ્રમિકો દટાયાની ઘટના સામે આવી છે.
Panchmahal News: ગોધરાના સૈયદ વાળા વિસ્તારમાં મકાન બાંધકામ ખોદકામ દરમિયાન માટી ઘસી પડતા ત્રણ શ્રમિકો દટાયાની ઘટના સામે આવી છે. બે કલાકની ભારે છે બાદ ફાયર વિભાગના જવાનો રેસ્ક્યુ કરી ત્રણેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતા. જો કે, સારવાર અર્થે ખસેડવામા આવેલ એક શ્રમિકનું મોત થયું છે.
ગોધરા રામસાગર તળાવ રોડ સૈયદ વાડા વિસ્તારમાં જૂનું મકાન ઉતારી બાંધકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ખોદકામ કરી રહેલ મજૂરો પર અચાનક માટી ઘસી પડતાં ત્રણ મજૂરો માટી નીચે દટાયા હતા. આ ઘટનાની જાણ ફાયર ટીમ અને પોલીસને કરવામાં આવતા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ટીમ દ્વારા માટી નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યુ હતું. સતત બે કલાકની ભારે જેહમત બાદ ગોધરા નગર પાલીકા ફાયર ટીમનાં જવાનોએ માટી નીચે દટાયેલ ત્રણે શ્રમિકોને બહાર કાઢયા હતા અને 108 ની મદદ લઈ સારવાર માંટે ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક શ્રમિકનુ મોત થયું હતું.
દાહોદ તાલુકાના લીમખેડાનાં વડીયા ગામના 45 વર્ષનાં શ્રમિક ગલા ભાઈ ગેમાભાઇ બારીયાનું માટી નીચે દટાઇ જવાના કારણે મોત થયુ. આ તરફ ગોધરા એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી કોન્ટ્રાક્ટર સહિત કસૂરવારો સામે કાર્યવાહીનાં ચક્રો ગતીમાન કર્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારા મામલે થયો મોટો ખુલાસો
વડોદરામાં રામનવમી દમિયાન કરવામાં આવેલા પથ્થરમારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પથ્થરમારાની ઘટનામાં સામેલ 23 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આજે પથ્થરમારો કરનાર આ તમામ 23 આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ પથ્થરબાજોના રિમાન્ડની માંગણી કરશે. તો બીજી તરફ અન્ય પથ્થરબાજોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.આર દવે સાહેબની કોર્ટમાં 23 આરોપીઓને રજૂ કરાયા છે.
વડોદરામાં રામજીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા અંગે મોટો ખુલાશો સામે આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચાધિકારી સૂત્રો પાસેથી abp અસ્મિતાને મોટી માહિતી મળી છે. રામજીની શોભાયાત્રા પર થયેલા છેલ્લા ત્રણ પથ્થરમારાની ઘટના પૂર્વાયોજીત કાવતરું હતું. ગુરુવારે રામજીની શોભાયાત્રા પર પાંજરિગર મહોલ્લામાં 1 વાગ્યા આસપાસ પ્રથમ પથ્થરમારો ઘર્ષણના કારણે થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રામજીની શોભાયાત્રા પર બપોરે 4:15 કલાક આસપાસ કુંભારવાડા ચાર રસ્તા પર આયોજનપૂર્વક પથ્થરમારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રામજીની શોભાયાત્રા પર ફતેપુરા ચાર રસ્તા પાસે થયેલો ત્રીજો પથ્થરમારો પણ આયોજનપૂર્વક કરાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત રામજીની શોભાયાત્રા પર યાકુતપુરાના નાકે થયેલો ચોથો પથ્થરમારો પણ આયોજનપૂર્વક કરાયો હતો. પથ્થરમારાની ચાર ઘટનામાં સંડોવાયેલા 23ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 22ની શોધખોળ ચાલુ છે.