શોધખોળ કરો
ખંભાળિયામાં બે શખ્સોએ કેમ યુવકને નગ્ન અવસ્થામાં જ શહેરમાં ફેરવ્યો? વીડિયો વાયરલ
આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ યુવાને થોડા દિવસ પહેલાં જ જૂની અદાવતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જામનગરઃ જામખંભાળિયામાં એક યુવાનને બે શખસે નગ્ન કરી શહેરમાં ફેરવ્યો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળાં જોવા માટે ઊમટી પડ્યા હતા. બે શખ્સે યુવાનના હાથ પકડી શહેરના રસ્તા પર નગ્ન અવસ્થામાં જ ફેરવ્યો હતો. એટલું જ નહીં, આ બે શખ્સે યુવકને લાફા પણ ફટકાર્યા હતા.
આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ યુવાને થોડા દિવસ પહેલાં જ જૂની અદાવતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બે શખ્સોએ યુવાનને નગ્ન કરી શહેરમાં ફેરવ્યા પછી પોલીસને સોંપ્યો હતો.
વધુ વાંચો
Advertisement





















