Amreli : પુત્ર પ્રાપ્તિની કામના માટે આશ્રમમાં ગયેલી પરણીતા પર વિધિના બહાને મહંતે પરાણે માણ્યું શરીરસુખને પછી....
અમરદાસ સાહેબે મને પરવાનો આપેલ અને બાદ એક સફરજ આપેલ અને મને ખાઈ જવા કહેતા મેં તે સફરજન ખાતા હું અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ ત્યારે આ અમરદાસ સાહેબે મારા અડધા કપડા ઉતારી મારી સાથે દુષ્કર્મ કરેલ હતું
અમરેલીઃ સાવરકુંડલાના દાઘીયા ગામના કબીર આશ્રમના મહંતે પુત્ર પ્રાપ્તિના બહાને પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની પરણીતાએ બળાત્કારના આરોપ સાથે કબીર આશ્રમના ગુરુ અમરદાસ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,અમે 18-7-2021ના રોજ મારા સાસુ સાથે આશ્રમ ગયા હતા. તેમજ આખો દિવસ આશ્રમમાં ભક્તિ અને સેવા-પૂજા કરી હતી. ત્યારે ગુરૂ અમરદાસ સાહેબને મળેલ, ત્યારે ગુરૂ અમરદાસે મને કહેલ કે રાત્રીના બારેક વાગ્યે તુ આશ્રમ કમ્પાઇન્ડની બાજુમાં આવેલા ઝાડ પાસે આવજે ત્યાં હુ વિધિ કરીને તને પરવાનો આપીશ. તેમજ પરણીતાને એકલી આવવા કહ્યું હતું. જેથી તેમના આદેશ મુજબ હું રાત્રીના આશરે સવાર બારેક વાગ્યે અમરદાસ સાહબેએ જણાવેલ જગ્યાએ પપહોંચેલ ત્યાં ખૂબ જ અંધારુ હતું. ત્યાં અમરદાસ સાહેબે મને પરવાનો આપેલ અને બાદ એક સફરજ આપેલ અને મને ખાઈ જવા કહેતા મેં તે સફરજન ખાતા હું અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ ત્યારે આ અમરદાસ સાહેબે મારા અડધા કપડા ઉતારી મારી સાથે દુષ્કર્મ કરેલ હતું અને હું અર્ધબેભાન અવસ્થામાં હતી, પરંતુ મારી સાથે આ અમરદાસ સાહેબ દુષ્કર્મ આચરતા હોય તેઓ અહેસાસ થતો હતો, પરંતુ હું અર્ધબેભાન હોય કોઈ પ્રતિકાર કરી શકેલ નહીં અને હું આશરે રાત્રીના દોઢેક વાગ્યે સ્વસ્થ અવસ્થામાં આવતા હું ત્યાંથી અમારા ઉતારાવાળા હોલમાં જતી રહેલી હતી. બાદમાં તે પણ જતા રહેલ હતા. મારા પરિવારના સભ્યોને તેમને ખૂબ માનતા હોવાથી મેં કાંઈ કહેલ નહીં.
ગત તા.19/07/2021 ના રોજ બનેલ ઘટનાને લઈને પરણીતાએ સાવરકુંડલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ગુરુ પૂર્ણિમાના પ્રસંગે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ આશ્રમમાં સાસુ સાથે આવેલ પરણીતાને વિધિના નામે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાને વિધિના નામે સફરજન ખવડાવ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાના પતિના ફેસબુક આઇડીમાં " મારી ભૂલ છે બને તો મને માફ કરજો, મમ્મી-પપાને ન કહેતા"નો મસેજ કર્યો હતો. બાદમાં મહંત સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી બે મહિના પહેલા મારા સાસુએ મને કહેલ કે આપણામાં ઘરમાં દીકરીઓ છે અને દીકરા માટે ગુરુ અમરદાસ સાહેબ ગુરુપૂર્ણિમાના દિવસે કપુરનુ પાન, ડ્રાઇફ્રુટ અને પૂજામાં મકેલ ફળનો પરવાનો બનાવીને આપે છે. જેનાથી સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થાય છે. જેથી ગુરુ પૂર્ણિમાના મહાસંત્સંગમાં આપણે દાધીયા મુકામે ગુરુના કબીર આશ્રમે જવાનું છે. તેમ વાત કરી હતી.