શોધખોળ કરો

દ્વારકામાં નોંધાયો ચોંકાવનારો હનીટ્રેપ કેસ, યુવતી સાથે મળી પોલીસકર્મી, હોમગાર્ડે રાજકોટના વેપારીને લૂંટ્યો

દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો હનીટ્રેપ કેસ નોંધાયો છે

દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો હનીટ્રેપ કેસ નોંધાયો છે. જેમાં એક પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ જવાનની સંડોવણી ખૂલી હતી તો હનીટ્રેપમાં વેપારીને ફસાવનારી યુવતી અને જીમ ટ્રેનરની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સોશિયલ મીડિયા પર આરજુ સિંહ નામની યુવતીએ રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ તેણે વેપારીને દ્વારકા દર્શન માટે બોલાવ્યા હતા. બાદમાં રસ્તામાં પોલીસની વર્દી પહેરીને આવેલા બે યુવકોએ વેપારીની કાર રોકી હતી. તેમણે વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 1.20 કરોડ રૂપિયા આંગડિયા પેઢી મારફતે પડાવ્યા હતા. બાકીની રકમ માટે યુવતીએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી ભાગી છૂટી હતી.

 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નકલી પોલીસકર્મીઓએ પહેરેલી વર્દી પર સંજય કરંગીયા અને એસ.કે.સોલંકી નામ લખેલા હતા. સંજય કરંગીયા પોલીસ કર્મચારી તરીકે અને અજય હોમગાર્ડ જવાન તરીકે જામનગર પોલીસમાં ફરજ બજાવે છે, તેની સામે પણ ગુનો નોંધાયો છે. ઓખા મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના 64 વર્ષીય વૃદ્ધે 27 વર્ષની નિકિતા ઉર્ફે આરજુ સિંહ નામની યુવતી અને બે ઇસમો એ ખંખેરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના 64 વર્ષીય વૃદ્ધ સાથે એક યુવતી ટિન્ડર નામની એપથી સંપર્કમાં આવી હતી. નિકિતા નામની 27 વર્ષીય યુવતી જે જામનગર રહેતી હતી. જેણે રાજકોટના વેપારીને વૃદ્ધને દ્વારકા મળવા બોલાવ્યાં હતા.

રસ્તામાં બે અજાણ્યા લોકોએ સ્વિફ્ટ કારમાં આવી પોલીસની ઓળખ આપી નિકિતા પાસે પર્સમાંથી ડ્રગ્સ જેવા દેખાતા સફેદ કલરના પાવડર પકડવાનું નાટક કર્યું હતું. પોલીસ વર્દીમાં આવેલા આ લોકોની ઓળખ સંજય કરંગીયા જે જામનગર પોલીસ હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતો હતો અને બીજો અજય હોમગાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વેપારીને બચાવવા માટે 8 કરોડમાં ડિલ કરી હતી. જેથી 64 વર્ષીય વૃદ્ધે આંગડિયા મારફત 1 કરોડ 20 લાખ મંગાવી આપ્યા. હતા. જોકે બાદમાં વેપારીએ તે ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દ્વારકા પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ અને 27 વર્ષીય નિકિતા તથા પર્વત નામના 32 વર્ષીય આરોપીને ઝડપી લીધા હતા અને ફરાર બે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. હજુ જામનગરના પોલીસ કર્મી સંજય કરંગીયા અને હોમ ગાર્ડ અજય નામના આરોપી ફરાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget