શોધખોળ કરો

NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખતા ફફડાટ, જલીલ નામના યુવકની કરી પૂછપરછ

સુરત: NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખતા ફફડાટ ફેલાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમ તપાસ કરવા પહોંચી છે.  એક યુવકને પૂછપરછ માટે ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે.

સુરત: NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખતા ફફડાટ ફેલાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમ તપાસ કરવા પહોંચી છે.  એક યુવકને પૂછપરછ માટે ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જલીલ નામના યુવકની પુછપરછ કરવામાં આવી છે. કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતના આ યુવકનું નામ ખુલ્યું હોવાની વાત સામે આવી છે. આ યુવક સૈયદપુરા વિસ્તારના મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવકનું નામ જલીલ છે. 

ડીસાના રાણપુરમાં થયેલ હત્યાના મામલે ખુલાસો

ડીસાઃ બનાસકાંઠામાં ડીસાના રાણપુરમાં થયેલ હત્યાના મામલે ખુલાસો થયો છે. મિત્રની પત્ની વિશે જેમ તેમ બોલતો હોવાનો વહેમ રાખી મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ઘટનાને પગલે મૃતક યુવકની કોલ ડીટેલ ચેક કરતા સમગ્ર કેદ ઉકેલાયો હતો. ગામના જ 4 લોકોએ ભેગા મળી પોપટજી ઠાકોરની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપી તેના ભાઈ-પિતા સહીત 4ની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો

Veraval : ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ ત્યાં સુધી ગંભીર આક્ષેપો કર્યા કે RFO હરેશ ગલચરે  વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ફોરેસ્ટ ક્વાર્ટરમાં બોલાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. RFO હરેશ ગલચર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ મચી ગયો છે. 

મહિલા પર બળાત્કાર 25 વાર  ગુજાર્યાના આરોપ 
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવેલ કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયનશોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા. સંપર્કમાં આવેલ પીડિતાના મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં 25 વખત બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છેHusband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાતHun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Range Rover સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે? અહીં જાણો EMIનો હિસાબ કિતાબ
Range Rover સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે? અહીં જાણો EMIનો હિસાબ કિતાબ
Travel: ગોવા-મનાલી નહીં, હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પહેલી પસંદ, OYO રિપોર્ટમાં ખુલાસો
Travel: ગોવા-મનાલી નહીં, હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પહેલી પસંદ, OYO રિપોર્ટમાં ખુલાસો
ટ્રેનનો ચાર્ટ બની ગયા બાદ પણ ટિકિટ બુક થઈ શકે, જાણો કઈ રીતે  
ટ્રેનનો ચાર્ટ બની ગયા બાદ પણ ટિકિટ બુક થઈ શકે, જાણો કઈ રીતે  
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની કેવી રહેશે ગતિ
Embed widget