Jetpur: ખેતરમાં બદલી રહ્યા હતા ટ્રાન્સફોર્મર, ત્યારે જ કરંટ લાગતા યુવકનું મોત
જેતપુરના: ખજુરી ગુંદાળા ગામે એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વડીયા ડિવિઝન પીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે આ બનાવ બન્યો હતો.
જેતપુરના: ખજુરી ગુંદાળા ગામે એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વડીયા ડિવિઝન પીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે આ બનાવ બન્યો હતો. ખજુરી ગુંદાળા ગામે વાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બદલાવી રહ્યા હતા ત્યારે કરંટ લાગતા યુવક મોતને ભેટ્યો હતો.
મૃતક યુવક પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર બદલાવા માટે આપેલ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હતો. મૃતક યુવકનું નામ ભુપત ગોવિંદભાઈ પરમાર હતી અને તેમની ઉંમર 30 વર્ષની હતી. તે વડીયાનો રહેવાસી હતો. યુવકના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે શોકનો માહોલ સર્જાયો છે.
સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની (Husband Attack on Wife) હત્યાની કોશિશ કરી હતી. પતિએ સૂતેલી પત્ની પર ધારધાર ચાકુથી કર્યો હુમલો હતો. માંજલપુર GIDC વિસ્તારમાં (Manjalpur GIDC) ઘટના બની હતી. આડા સંબંધની (Extramarital Affair) આશંકાએ પતિએ છરીના ઘા ઝીંક્યા હતા. માંજલપુર પોલીસે આરોપી પતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
શું છે મામલો
શહેરના માંજલપુ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સિકોતરનગર-2માં રહેતા રાજેન્દ્ર રાઠા શંકાશીલ સ્વભાવનો હતો. પતિ દ્વારા વાર્ંવાર પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને ઝઘડા કરતો રહેતો હતો. દરમિયાન બુધવારે સવારે પતિ દ્વારા ઉઘી રહેલી પત્ની પર આડા સંબંધના વહેમ રાખી ચાકુ જેવા હથિયાર વડે હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી. જેના જાણ થાત પાડીશીઓેને થતા પતિના ઘરમાં પુરી દીધા બાદ પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુર પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી શંકાશીલ પતિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર રાત્રિના સમયે એક યુવક બાઇક પર યુવતીને આગળ પેટ્રોલ ટેન્ક પર બેસાડી સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો વાયરલ થતાં હરણી પોલીસે સ્ટેન્ટબાજ યુવકને ઝડપી પાડયો હતો. ન્યુ વીઆઇપી રોડ પર મિલન પાર્ટી પ્લોટ પાસેથી એક યુવક રાત્રિના સમયે બાઇક પર યુવતીને આગળ પેટ્રોલ ટેન્ક પર બેસાડી પૂરઝડપે પસાર થઇ રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.યુવતી યુવક તરફ મોં કરીને બેઠેલી હતી અને યુવક વાહનોની વચ્ચેથી બાઇક લઇને પસાર થઇ રહેલો દેખાતો હતો.
વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે સ્ટન્ટ કરવાના વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસ કમિશનરે ત્વરિત તપાસ કરવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. બનાવનું લોકેશન જોતાં હરણી,બાપોદ અને વારસીયા પોલીસ એક્શનમાં આવી હતી. હરણી પોલીસે યુવકના મોટરસાઇકલના નંબર પરથી તેને શોધી કાઢ્યો હતો.પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ કલ્પેશ નટવરસિંહ દરબાર(સયાજી ટાઉનશિપ, ખોડિયાર નગર, ન્યુ વીઆઇપી રોડ) હોવાનું અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું અને યુવતી તેની મંગેતર હોવાનું ખૂલ્યું હતું.હરણીના ઇન્ચાર્જ પીઆઇ એમ બી રાઠોેડે બાઇક કબજે લઇ સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.