શોધખોળ કરો

Mahisagar: મહીસાગરમાં AAP અને NCPના હોદેદ્દારો ભાજપમાં સામેલ, કેસરિયો ધારણ કર્યો

મહીસાગર આમ આદમી પાર્ટીના 2 નેતાનો ભાજપ પ્રવેશ થયો છે.  કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત 2 ટર્મ સુધી સભ્ય  રહી ચૂકેલા  અને હાલ NCPના નેતા ભરત પટેલે કેસરીયા કર્યા છે.

મહીસાગર:  મહીસાગર આમ આદમી પાર્ટી અને NCPના હોદેદારો ભાજપમાં જોડાયા છે.  મહીસાગર આમ આદમી પાર્ટીના 2 નેતાનો ભાજપ પ્રવેશ થયો છે.  કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત 2 ટર્મ સુધી સભ્ય  રહી ચૂકેલા  અને હાલ NCPના નેતા ભરત પટેલે કેસરીયા કર્યા છે.  જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમા આપનાં નેતા અને NCP નેતા ભાજપમાં જોડાયા છે.   

સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વગાડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ ભાજપમા જોડાયા છે.  

Mahisagar: મહીસાગરમાં AAP અને NCPના હોદેદ્દારો ભાજપમાં સામેલ, કેસરિયો ધારણ કર્યો

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ  ગોરધન ઝડફિયા, મંત્રી કુબેર ડિંડોર અને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથ સિંહ બારીયાની હાજરીમા આમ આદમી પાર્ટી અને એનસીપીના હોદેદ્દારો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.  

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ

લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. મજબૂત સંગઠનની રચના કરવા માટે પ્રભારી અને પ્રમુખ તમામ સ્તરના લોકો સાથે ચર્ચા કરવા માગતા હોવાથી આજે દિવસભર રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. પહેલી બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ નેતાઓ સાથે યોજાઈ હતી અને બીજી બેઠક જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે યોજાઈ હતી. 

પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષના નેતા અને પૂર્વ વિપક્ષના નેતાઓની બેઠકમાં માત્ર લોકસભાની આગામી ચૂંટણી અંગે જ નહિ પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા પ્રમુખ અને પ્રભરીએ કરી હતી. બંને બાબતોને ધ્યાનમાં રાખી જે લોકો કોંગ્રેસ પક્ષ મત રાત -દિવસ કામ કરે છે તેને આગળ લાવવા અને જે લોકો નિષ્ક્રિય છે તેમને હોદ્દા પરથી દૂર કરવા કડક વલણ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત હાલ જે લોકો હોદ્દા પર છે તેમના કાર્યનું મૂલ્યાંકન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું.  ત્યારબાદ જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે પ્રભારી અને પ્રમુખે બેઠક કરી હતી.  નવા સંગઠન અંગે તમામ લોકોને તૈયારી કરવા અને લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget