Bhesan: AAPના MLA ભુપત ભાયાણીનો ભાજપ પ્રેમ ઓસર્યો, સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો શેર
ભેસાણ: આપના ધારાસભ્ય ભુપત ભાયાણીનો ભાજપ પ્રેમ ઓસરી ગયો છે. કલાકોની અંદર જ ભુપત ભાયાણીએ સોશ્યલ મીડિયામાં વિડિયો સંદેશ વહેતો કર્યો છે. વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ વીડિયો સંદેશમાં શેર કર્યો છે.
ભેસાણ: આપના ધારાસભ્ય ભુપત ભાયાણીનો ભાજપ પ્રેમ ઓસરી ગયો છે. કલાકોની અંદર જ ભુપત ભાયાણીએ સોશ્યલ મીડિયામાં વિડિયો સંદેશ વહેતો કર્યો છે. વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ વીડિયો સંદેશમાં કહ્યું કે, હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી. હું આપનો સૈનિક છું. મીડિયા અને સોશ્યલ મીડિયાના મેસેજ ખોટા છે. તમને જણાવી દઈએ કે, આજે બપોરે ભુપત ભાયાણી ગાંધીનગરમાં હતા. આ અવસરે તેમણે કહ્યું હતું કે, હું મારા સમર્થકો સાથે બેઠક કરીને નિર્ણય લઈશ કે બીજેપીમાં જોડાવું કે નહીં. આ ઉપરાંત તેમણે પીએમ મોદીના ખુબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે સીઆર પાટીલે મને અભિનંદન પાઠવ્યા છે.
ભુપત ભાયાણીએ પહેલા શું કહ્યું હતું?
ગઈકાલે ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થવાની છે. જોકે આ બધાની વચ્ચે એક સમાચારના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આદ આદમી પાર્ટીના ઉમેદવાર અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી બીજેપીમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીમાં ભુપત ભાયાણીએ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા હર્ષદ રિબડીયાને 7 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
"May join BJP after consulting people," says Gujarat AAP MLA Bhupat Bhayani
— ANI Digital (@ani_digital) December 11, 2022
Read @ANI Story | https://t.co/3AhwwRaPcI#BJP #AAPGujarat #BhupatBhayani pic.twitter.com/5vdADsiNMI
હવે ભાજપમાં જોડાવાની અફવા અંગે ભુપત ભાયાણીએ એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. ભુપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે નરો વાં કુંજરવાં જેવો જવાબ આપ્યો છે. ભુપત ભાયાણીની ભાજપમાં જોડાવા અંગે 'જો અને તો 'વાત સામે આવી છે. તેમણે કહ્યું કે, જો મારા વિસ્તારની જનતા કહેશે તો હું ભાજપમાં જોડાઈશ.
તમણે વધુમાં કહ્યું કે, હું મારા કામથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. મેં કંઈ વિચાર્યું નથી કંઈ નિર્ણય નથી લીધો. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થાય તેવું હું વિચારીશ. મારા સમર્થકો કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે મળીને નિર્ણય લેવાનો છું. મે લોકડાઉનનો ભંગ કર્યો હતો એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતો. હું બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર રહ્યો છું. ભાજપે મને કોઈ ઓફર કરી નથી. મારી જનતાને મળીને હું નિર્ણય લઈશ. મારા મનમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાટીલ પ્રત્યે લાગણી છે.
જાણો કોણ છે ભૂપત ભાયાણી
આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આપને ગુજરાતની જનતાએ નકારી હોવાનું માની ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. અગાઉ ભાજપમાં જ તેઓ હોવાથી નરેન્દ્રભાઇથી પ્રભાવિત છે. ભૂપત ભાયાણી ગાંધીનગર સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરશે. ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીત્યા છે. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી અગાઉ જ આમ આદમી પાર્ટીમા સાફસફાઈ શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી સાથે નાતો તોડીને વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી.. જો કે હવે રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપશે.