(Source: Poll of Polls)
Vadodra: વડોદરા-હાલોલ રોડ પર 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત
વડોદરા-હાલોલ રોડ પર 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. અકસ્માતમાં દંપતીનું મોત થયું છે.
વડોદરા: વડોદરા-હાલોલ રોડ પર 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. અકસ્માતમાં દંપતીનું મોત થયું છે. હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને ડાઈવર્ટ કરાયા છે. હાઇવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરાયાછે.
હાલોલ-વડોદરા રોડ ઉપર જરોદ પાસે બે લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને માલ ભરેલી લોડિંગ ટ્રકો પલટી ખાઈ ગઈ છે. એક ટ્રક પલટી ખાઈને બાજુમાં પસાર થતી રીક્ષા ઉપર પડતા અને બીજી ટ્રક એક ઇકો કાર ઉપર પડતા બંને વાહનો મુસાફરો સાથે દબાઈ ગયા છે. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી જતા ચાલાકનું કારમાં જ મોત નીપજ્યું છે.
રીક્ષામાં પણ એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ અકસ્માતમાં એક કિયા કાર પણ અડફેટે આવી ગઈ હતી. અકસ્માતને પગલે હાલોલથી વડોદરા તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામ થઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
હાલોલ તરફથી જતા તમામ વાહનોને અકસ્માત સ્થળથી પહેલા જરોદમાં જવાના માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. લોડિંગ ટ્રક નીચે દબાયેલી રિક્ષામાં અને ઇકો કારમાં કેટલા લોકો સવાર હતા તે જાણવા મળ્યું નથી. અકસ્માતના સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી દબાયેલા વાહનોને અને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત
વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માતની આ ઘટના બની હતી. આ અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વડોદરા હાલોલ રોડ પર થયેલા આ ગમખ્વાર અકસ્માતથી રોડ પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. ભારે ટ્રાફિકજામના પગલે એક રોડ બંધ કરી વાહનોને બીજા રસ્તા પર ડાયવર્ટ કરવામા આવ્યા હતા. આ અકસ્માતમાં લોકો રિક્ષામાં દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ક્રેન અને વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને જાણ કરાઈ હતી.
ઈક્કો કારનો કચ્ચરઘાણ
વડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે કૂલ પાંચ વાહનો વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ઈક્કો કારનો કચ્ચરઘાણ થયો છે. ઈકો કાર પડીકુ વળી ગઈ હતી. લોડર ટ્રક, પાણી ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર કુલ 5 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. અકસ્માત બાદ જોરદાર ટ્રાફિકજામ થયો હતો. આ અકસ્માતમાં અન્ય ત્રણ વાહનચાલકોને પણ ઇજા પહોંચી હતી.