શોધખોળ કરો
નડીયાદ: મહેમદાવાદ નજીક ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4ના મોત
મહેમદાવાદના હળદરવાસ નજીક ઇટો ભરેલ ટ્રકે રીક્ષાને ટક્કર મારતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

નડીયાદ: મહેમદાવાદના હળદરવાસ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. ઇટો ભરેલ ટ્રકે રીક્ષાને ટક્કર મારતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતકો તથા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાર લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં ભોગ બનનારા તમામ લોકો મહેમદાવાદના પઠાવત ગામના રહેવાસીઓ છે. પઠાવતથી રિક્ષામાં બેસી હળદરવાસ તરફ જતા અકસ્મત સર્જાયો હતો.

વધુ વાંચો