શોધખોળ કરો

Vadodara: કરજણ નેશનલ હાઇવે પર ટ્રકે એક્ટિવાને ટક્કર મારી, મહિલાનું ઘટના સ્થળે જ મોત

વડોદરા:  કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર હલદરવા પાસે એક્ટિવાનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. એક્ટિવા ચાલક મહિલાનું સ્થળ પર જ મોત થતા અરેરાટી મચી ગઈ છે.

વડોદરા:  કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર હલદરવા પાસે એક્ટિવાનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. એક્ટિવા ચાલક મહિલા ભરૂચ તરફથી કરજણ તરફના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પા ચાલકે અડફેટે લેતા એક્ટિવા ચાલક મહિલાનું સ્થળ પર જ મોત થતા અરેરાટી મચી ગઈ છે. અકસ્માતમાં મોતને ભેટેલા મહિલાની ઉંમર 30 વર્ષીની છે અને તેઓ કરજણના ચોરંદા ગામના રહેવાસી છે.  અકસ્માત બાદ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. હાલમાં કરજણ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. કરજણ પોલીસે ટેમ્પા ચાલકને અકસ્માત કરેલ ટેમ્પા સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લવ જેહાદને લઈ સૌથી મોટો ખુલાસો

ડાયમંડનગરી સુરતમાં લવ જેહાદને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે.  વિધર્મી યુવક કોલેજમાં આવતી વિદ્યાર્થીઓને પ્રેમજાળમાં ફસાવતો. બાદમાં તેમને હોટલમાં લઈ બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો. વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને હોટલમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી છે..સાથે જ અત્યાર સુધીમાં ત્રણ યુવતીઓને ફસાવી ચૂક્યો હોવાની પણ વાયરલ વીડિયોમાં કબૂલાત કરી છે. વિધર્મી યુવક પોતાનું નામ જીત બતાવતો હતો અને પ્રેમજાળમાં ફસાવી બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. ગઈકાલે ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ મુદ્દે હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદે શું લગાવ્યો આરોપ

વિશ્વ હિન્દુ પરિષદનો આરોપ છે કે, કેટલાક વિદ્યર્મીઓ ષડયંત્ર રચી રહ્યાં છે અને યુવતીઓને ફસાવવાની કોશિશ કરી રહ્યાં છે.VHPએ કેટલાક યુવકોની રેકી કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. .હવે વિધર્મી યુવકની કબૂલાતનો વીડિયો પણ વાયરલ થયો છે.

પાટીદાર સીટો પર કેવું રહ્યું છે ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન ?

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને સત્તા પરથી હટાવવા માટે પોતપોતાની વ્યૂહરચના હેઠળ પ્રચાર કરી રહી છે, પરંતુ ગુજરાતની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પાટીદાર સમુદાય પર વધુ ભાર મૂકી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં પણ પાટીદારોનો ઝુકાવ છે, સત્તા તે પક્ષ પાસે જઈ શકે છે. આવો જાણીએ ગુજરાતમાં પાટીદારોનું રાજકીય મહત્વ શું છે.

ગુજરાતની વસ્તીમાં 12 ટકા હિસ્સો

ગુજરાતમાં, પાટીદાર એ જમીનધારકની સાથે ખેતી કરતા લોકો છે. આ લોકો ગુજરાતની વસ્તીના 12 ટકાથી વધુ છે. ઉપરાંત, રાજ્યના રાજકારણમાં પાટીદારોનો નોંધપાત્ર પ્રભાવ છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પાટીદાર પ્રભુત્વ ધરાવતી 40 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 15 બેઠકો જીતીને વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની મજબૂત પકડ

સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર કોંગ્રેસનો દબદબો હતો, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના શહેરી અને આસપાસના વિસ્તારોમાં ભાજપનો દેખાવ સારો રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો પર કબજો કર્યો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી.

2017ની ચૂંટણીમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું, જેનો ફાયદો કોંગ્રેસને થયો હતો. જો કે હાર્દિક પટેલ બાદમાં કોંગ્રેસમાં જોડાયો હતો, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઉમેદવાર છે. હવે પાટીદાર આંદોલન મંદ પડી ગયું છે. રસપ્રદ વાત એ છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 44 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા હતા. પરંતુ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારો પર જોરદાર દાવ લગાવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Embed widget