શોધખોળ કરો

Weather: નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા

Weather: 22 સપ્ટેમ્બર સોમવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સમય દરમિયાન હવામાન કેવું રહેશે તે વિશે સ્પષ્ટતા કરી છે.

Gujarat Weather:  ગુજરાતનો સૌથી મોટો  મહોત્સવ નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી છે. નવરાત્રિની તૈયારીએ આખરી ઓપ પણ અપાઇ ચૂક્યો છે. જો કે નવરાત્રિના 2 દિવસ પહેલા જ ગુજરાતના કેટલાક સ્થળો ધોધમાર વરસાદ વરસતાં આ સ્થિતિએ ખેલૈયા અને આયોજકોની ચિંતા વધારી છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવરાત્રિ ચાલશે. આ દરમિયાન ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે અંબાલાલ પટેલે કેટલાક અનુમાન વ્યક્ત કર્યાં છે. જાણીએ ડિટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિના ગરબામાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટે.થી 5 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યું છે.  અંબાલાલના આંકલન મુજબ નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લમાં વરસાદ વરસી શકે છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદની શક્યતા છે.  બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  રાજકોટ-હળવદ-સુરેંદ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.   આ સિવાય કચ્છના મોટાભાગમાં પણ  વરસાદનું અનુમાન છે.  વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.10થી 12 ઓક્ટોબરે પણ  વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે,  જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં નવરાત્રી પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે, નવરાત્રી પહેલાના વરસાદથી ગરબા આયોજકોની ચિંતા ખુબ વધી ગઇ છે, આ સાથે જ ખેલૈયાઓ પણ નારાજ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 4 ઇંચ ખાબક્યો છે. આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રીમાં ખાબકી શકે છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 104 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નોંધાયો છે. નાંદોદમાં 4.69 ઇંચ જેટલો જંગી વરસાદ વરસ્યો છે. છોટા ઉદયપુરના બોડેલીમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. તથા જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ સાથે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ થયો છે. તથા સંખેડા, માલપુર, ખાનપુર, કપડવંજમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ 35 તાલુકામાં 1 ઇંચથી વધુથી વધુ વરસાદ વરસ્યો તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.
 
રાજ્યમાં 20 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાથી આ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હશે. 20 તાલુકાઓની આ સંખ્યા પણ દર્શાવે છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે, પરંતુ તે ભારે વરસાદની શ્રેણીમાં આવતો નથી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતુ. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget