Gujarat Rain Forecast: આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હવામાન વિભાગના અનુમાન અનુસાર, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે.
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 5 દિવસ ગુજરાતમાં વરસા આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદનો અનુમાન છે.
16 સપ્ટેમ્બરે આ જિલ્લામાં પડશે વરસાદ
તો આવતીકાલે નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને ભરૂચમાં વરસાદ વરસી શકે છે.
17 સપ્ટેમ્બરે કયાં જિલ્લામાં મેઘમહેર
17 સપ્ટેમ્બરે અમદાવાદ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસશે.
18 સપ્ટેમ્બરે આ વિસ્તારામાં મેઘમલ્હાર
તો 18 સપ્ટેમ્બરે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, પાટણ, મહેસાણામાં મૂશળધાર વરસાદનો અનુમાન છે તો 19 સપ્ટેમ્બરના કચ્છ અને દ્વારકા જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.ભારે વરસાદના અનુમાનને જોતા હવામાન વિભાગે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
સિઝનમાં વરસેલા વરસાદના કારણે જળની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરે પહોંચી છે. બપોરે 3 વાગ્યે નર્મદા ડેમની સપાટી 135.06 મીટર નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 75 હજાર 073 ક્યૂસેક છે. છેલ્લા 3 કલાકમાં પાણીની સરેરાશ આવક 85 હજાર 156 ક્યૂસેક નોંધાઇ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રશેરના કારણે ગુજરાતમાં આજથી વરસાદે જમાવટ કરી છે. વડોદરાના ડભોઈમાં મન મૂકીને મેઘરાજા વરસતા ખેડૂતોની ચિંતા ઓછી થઇ છે. ડભોઈ-સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, શિનોર રોડ પર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ઉપરાંત ઝારોલા વગા, ટાવર બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ચનવાડા, સીતપુર, વડજ સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી. રાજુલામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા. અમરેલી જિલ્લામાં સિઝનનો 90.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજુલામાં સિઝનનો 85.69 ટકા વરસાદ વરસ્યો છે. બાબરામાં સિઝનનો 97.40 ટકા વરસાદ વરસ્યો છે.