શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

રાજ્યમાં ફરી એકવાર મોનસૂન સિસ્ટમ એક્ટિવ થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.

Gujarat Rain  Forecast: રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બંગાળીની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી ગુજરાતમાં સારા વરસાદના સંકેત આપ્યાં છે. 

લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં સારા વરસાદનો અનુમાન છે. ખેડા, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ સારા વરસાદનુ અનુમાન છે. છોટા ઉદેપુર, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા છે. તો  અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ  સામાન્ય વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક બાદ વરસાદનું પ્રમાણ ઘટશે.

રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 

  • ખેડા, મહીસાગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 
  • દાહોદ, પંચમહાલ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 
  • છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 
  • સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 

આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. શહેરના નિકોલ, નરોડા, બાપુનગર, ઈન્ડિયાકોલોની, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા.

  • તાપી જિલ્લામાં આજે પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહ્યો. ઉચ્છલ તાલુકામાં મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ. સવારથી ધીમીધારે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણ માં પ્રસરી ઠંડક પ્રસરી હતી.
  • નડિયાદમા ગઇકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નડિયાદના વૈશાલી ગરનાળુ, માઇમંદિર ગરનાળુ પાણીમા ગરકાવ થયું હતું. આ ઉપરાંત નડિયાદનો રબારીવાડ વિસ્તાર પણ પાણીમા ગરકાવ થયો, રબારીવાડ વિસ્તારમા પાણી ભરાતા તમામ હોસ્પિટલમા આવતા જતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે.
  • ડાંગ જિલ્લામાં આજે પણ વહલી સવાર થી વરસાદી માહોલ છે. જિલ્લામાં વરસાદના પગલે અંબિકા, ખાપરી, પૂર્ણમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે. ડાંગ જિલ્લામાં અનેક કોઝવે ઉપરથી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો.
  • દાહોદ જીલ્લામા વરસાદી માહોલ છે. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. દાહોદ, સંજેલી, ગરબાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. વરસાદને પગલે વાતવરણમા ઠંડક પ્રસરી છે. સારા વરસાદને લઈ ખેડૂતોમા આનંદની લાગણી ફેલાઈ હતી.
  • સુરતમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. વરસી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. માંડવી તાલુકામાં વરસાદના પગલે નદી, નાળા, કોતરો ફરી ઉભરાયા છે. માંડવીના મુંઝલાવ ગામે વાવ્યા ખાડીના પાણી લોલેવલ બ્રિજ પર ફરી વળ્યાં છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરંભાયો છે.
  • નવસારી શહેર અને જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં 1 ઇંચ,
    નવસારી 1 ઇંચ, ગણદેવીમાં  2 ઇંચ, ચીખલીમાં 2 ઇંચ, વાસદામાં 2 ઇંચ , ખેરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયોSurat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Embed widget