Rain Forecast: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે કરી આગાહી
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મનમૂકીને મેઘરાજા વરસી શકે છે. આજે અરવલ્લી, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે.
![Rain Forecast: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે કરી આગાહી According to the forecast of the Meteorological Department, heavy rain is expected in North and South Gujarat today Rain Forecast: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/6624222ec3fd438b70d4753272339143169055132154578_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મનમૂકીને મેઘરાજા વરસી શકે છે. આજે અરવલ્લી, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે...
હવામાન વિભાગે આજે સાંજ સુધીમાં ઉત્તર અને દક્ષિણના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ જિલ્લામાં સુધી વરસાદનું અનુમાન છે. મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનો અનુમાન છે. ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ,વડોદરા, મહીસાગર, સુરત, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સહિત ભાવનગર, મોરબી જિલ્લામાં તેમજ દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. બોટાદ, કચ્છ જિલ્લામાં પણ સાંજ સુધીમાં વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના 10 ગામોનું જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા પાણી ભરાયા છે. મલાણા પાટીયા નજીક પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
બનાસકાંઠામાં ડીસા, કાંકરેજ અને દાંતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતા જ ડીસા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાંકરેજના ઉંબરી, ખીમાણા, શિહોરી સાહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે પાણી પાણી થઇ ગયા. .ડીસામાં અમન પાર્ક સોસાયટી સહિત કેટલીક સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળ્યાં.
મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા,લુણાવાડા, વિરપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો અનેક નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઇ ગયા.
ભરૂચમાં પણ ઉપરવાસ વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ પાસેથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતાં પાંચ ગામોમાં કેડસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સેગવામાં ચાર ગર્ભવતી મહિલા સહિત 25થી વધુ લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)