(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Forecast: આગામી 2 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગ દ્રારા તાજેતરમાં આવેલા અપડેટ્સ મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થશે
Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ એટલે કે આગામી 2 દિવસ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બની શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અને તેના આસપાસના ગામડામાં પણ હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે.
ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમા સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં હવાની ગતિ સમાન્યથી તેજ રહેશે તેમજ દરિયામાં કરંટ પણ રહેવાનો અનુમાન છે. જેના લઇને હવામાન વિભાગ દ્રારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
ચોમાસાની શરૂઆતથી દેશભરમાં સારો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં જો આજના હવામાનની વાત કરીએ તો 2 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ એટલે કે UPમાં પૂર્વથી પશ્ચિમમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. અહીં વીજળી પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 ઓગસ્ટે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 ઓગસ્ટ સુધી યુપીમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને 6 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ આજે ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને ખડકો પડવાની સંભાવના છે. આ સાથે ભૂસ્ખલનની સંભાવનાઓથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહીં ભૂસ્ખલનના કારણે માર્ગો બંધ થવાની સંભાવના છે. હાઈવે બ્લોક થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
વરસાદની આગાહી કરવામાં આવી છે.આઈએમડીએ જણાવ્યું કે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં 2 ઓગસ્ટે ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, જો આપણે દક્ષિણ ભારત વિશે વાત કરીએ, તો આજે કર્ણાટક અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે.
કેવું રહેશે દિલ્હીમાં આજે હવામાન?
મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આજે 2 ઓગસ્ટે દિલ્હીમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે કેટલાક વિસ્તારોમાં હળવો ઝરમર વરસાદ પડી શકે છે. બુધવારે દિલ્હીમાં પવનની ઝડપ 10 થી 20 કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે ગુરુવારે પવનની ઝડપ 10 થી 12 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી સપ્તાહે ગરમીમાંથી રાહત મળવાની શક્યતાઓ છે.