શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના આ 7 જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

Gujarat Rain Forecast: છેલ્લે કેટલાક દિવસથી રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું છે. જો કે કેટલીક જગ્યાએ છુટછવાયો વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના  સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. .. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું  હવામાન વિભાગનું અનુમાન છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.  તો સુરત, નવસારીઅને વલસાડમાં પણ  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ  વરસી શકે છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં  પણ  હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.દેશના અન્ય રાજ્યોની વરસાદની વાત કરીએ તો અસમના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાગમાં ભારે વરસાદથી જાનવરોને મુશ્કેલી પડી રહી છે.  અહીં પુરના પાણીમાં તણાતા જોવા મળ્યાં  હતા. છ ગેંડા સહિત 100 હરણના મોત નિપજ્યાં છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં છે.

બિહારના સુપૌલમાં કોસી નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  અહીં જીવ જોખમમાં મુકી લોકો પ્રવાસ કરી રહ્યાં છે. પૂરના પાણીથી કેટલાક ગામડાનો સંપર્ક પણ  તૂટી ગયો છે.  છેલ્લા એક અઠવાડીયાથી વરસી રહેલા વરસાદથી ઉત્તરાખંડમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.  વરસાદ અને ભુસ્ખલનથી 150થી વધુ રસ્તાઓ બંધ થયા છે. કેટલાક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાયો છે.

ઉત્તરાખંડના કમાઉમાં આફત બનીને વરસાદ વરસી રહ્યો છે. ઉધમસિંહનગર જિલ્લામાં સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોને બંધ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.  કેટલાક વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની  સૂચના અપાઇ છે.ચંપાવતમાં આફત બનીને વરસી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે.  દેવપુરા ગામમાંથી એનડીઆરએફની ટીમે 400 લોકોનું કર્યુ રેસ્ક્યુ કર્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવી રહ્યા છે.

દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ મુસિબત બનીને ભારે વરસાદ વરસી શકે છે. બિહાર, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. તો યુપી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મધ્યમ વરસાદનું એલર્ટ  અપાયું છે.માયાનગરી મુંબઈમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે.  નવી મુંબઈ, ઠાણે, પાલઘર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ નજીકના થાણે અને નવી મુંબઈમાં સ્કૂલોમાં રજા  જાહેર કરાઈ છે. ભારે વરસાદથી મુંબઈમાં વિમાની સેવાને અસર થઇ છે.  મુંબઈ આવતી કેટલીક ફ્લાઈટોને સોમવારે ડાયવર્ટ કરાઇ હતી. તો 50થી વધુ ફ્લાઈટોને  રદ કરવામાં આવી છે.ભારે વરસાદ બાદ મુંબઈમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.  સોમવારે બાંદ્રા ખેરવાડીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે વરસાદને લીધે વાહનોની લાંબી કતારો લાગી છે.ભારે વરસાદની વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. લોકોને હાલ દરિયાકાંઠેથી દુર રહેવાની સૂચના આપવામાં આવી છે.

મુંબઈના મરીન ડ્રાઈવ આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે.. ભારે વરસાદ અને ખરાબ વાતાવરણને લીધે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયાકાંઠે કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યાં છે. મુંબઈમાં મુશળધાર વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ.. પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલ બીએમસીના પમ્પિંગ સેટ પણ  ફેઈલ થયા. કર્મચારીઓ ખુદ રસ્તા પર ઉતરી કરી રહ્યા છે અને  પાણી નિકાલની કામગીરી કરી રહ્યાં છે.વરસેલા ધોધમાર વરસાદથી કર્ણાટકનું ઉડુપી શહેર પણ  પાણી પાણી થઇ ગયું છે.  કરમબલી, મુડનિદામ્બુર અને કોડાવુર જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને પગલે તમામ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરાઈ  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget