Gujarat forecast Rain: આગામી ત્રણ કલાકમાં ગુજરાતના જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 11 જિલ્લામાં વરસાદ પડી શકે છે. આજે બપોર બાદ બનાસકાંઠા, અમદાવાદ સહિતના આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
Gujarat forecast Rain: હવામાન વિભાગની અનુમાન મુજબ આજે ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂન રવિવારે બપોર બાદ અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ખેડા, આણંદ, દાહોદ, આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત,ડાંગ, તાપીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોર બાદ નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર, બોટાદ,દાદરા અને નગર હવેલીમાં ત્રણ કલાકમાં વરસાદનું અનુમાન છે.
રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી પાંચ દિવસમાં વેગ પકડી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આગામી ચાર પાંચ દિવસ કેરળ, કોંકણ ગોવા,મધ્ય મહારાષ્ટ્ર અને દિલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.
કેરળના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે .મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ તો કેરળના સાત જિલ્લામાં માટે વરસાદનું ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્લીમાં આજે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. અસમમાં પૂરથી 3.9 લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત છે. કેટલાક વિસ્તારમાં વરસાદની ગતિ ધીમી પડતા પૂરની સ્થિતિમાં સામાન્ય સુધારો થયો છે. હજુ પણ 19 જિલ્લા પૂરના પાણીમાં ગરકાવ છે.
તાપીના કુકરમુંડામાં વરસ્યો સૌથી વધુ પડ્યો વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન તાપીના કુકરમુંડામાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. ઉપરાંત તાપીના વ્યારામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, વલસાડ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો. તાપીના નિઝરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ,નર્મદાના સાગબારામાં બે ઈંચ વરસાદ વરસ્યો,વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો. છોટા ઉદેપુરના નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો,
ઉપરાંત પંચમહાલમાં પણ મેઘરાજાના આગમને ખેડૂતોને ખુશખશાલ કરી દીધા. અહીં પંચમહાલના હાલોલમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વલસાડના ઉમરગામ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વાલીયા, સુરત શહેર, મહુવા, માંગરોળમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો. કપરાડા, ચિખલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો.માંડવી, સંખેડામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો. ઝઘડીયા, કરજણ, પાવીજેતપુરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો. ડોલવણ, કપડવંજ, ગણદેવી, વાંસદામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો. વાઘોડીયા, ક્વાંટ, કાલાવડ, ઓલપાડમાં પોણો ઈંચ વરસાદ પડ્યો
અમરેલી જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે.બાબરા, ખેરગામ, નવસારી તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો, કામરેજ, નેત્રંગ, પારડીમાં અડધો ઈંચ, પલસાણામાં અડધો ઈંચ વરસાદ, ઉમરપાડા, ખાંભામાં અડધો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ વરસાદ, મોરવાહડફ, નાંદોદ, જલાલપોરમાં પા પા ઈંચ વરસાદ વરસ્યો. દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.